દહેજ જંબુસર અને નેશનલ હાઇવેને જોડતા માર્ગ શ્રવણ ચોકડી પર દરરોજ સાંજના સમયે ટ્રાફિકની સમસ્યાઓ સર્જાઈ રહી છે પરંતુ તેના નિરાકરણ મામલે કોઈ કાર્યવાહી કરવામાં આવી રહી નથી.
આજરોજ સાંજના લગભગ 6 વાગ્યાની આસપાસ જ શ્રવણ ચોકડી ખાતે ટ્રાફિક સર્જાયું હતું પરંતુ ટ્રાફિના કોઈ નિયમોનું પાલન થતું નથી અને ટ્રાફિકજામની સમસ્યા સર્જાઈ રહી છે. મળતી માહીતી મુજબ ટ્રાફિકની લાંબી ક્તારો જી.એ.સી.એલ ટાઉનશીપ સુધી જોવા મળી હતી અને જાણે વિસ્તારના ટ્રાફિક પોલીસે પણ હાથ ઉંચા કરી દીધા હોય તેવી સ્થિતિ સર્જાય હતી. શ્રવણ ચોકડી પરથી ટ્રક અને દહેજ-જંબુસર જતી બસો, કંપનીની બસો અને ભરૂચના આસપાસ રહેતા દરેક લોકો આ રસ્તાનો ઉપયોગ કરે છે. જેથી અપડાઉન કરતા લોકો અને આસપાસ રહેતા લોકોને દરરોજ હાલાકી વેઠવાનો વારો આવે છે અને મુસાફરોનો ઘણો સમય વેડફાઈ રહ્યો છે. તંત્રને જાણ હોવા છતાં કોઈ કાયદાઓનું સખતપણે પાલન ન થતું હોય તેમ વર્તાઇ રહ્યું છે. આજરોજ નીતિન પટેલ દ્વારા કરવામાં આવેલ બ્રિજ નિર્માણ અંગેની જાહેરાત થકી પણ હજુય ટ્રાફિક વધશે તેવું દેખાઈ રહ્યું છે. જેને કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠયા છે અને રસ્તાઓ પણ બેકાર હોવાને કારણે મુસાફરોને ઘણી સમસ્યાઓ વેઠવી પડે છે. ચોમાસુ શરૂ થઇ ચૂક્યું છે પરંતુ સરકાર દ્વારા કોઈ પગલું લેવામાં આવી રહ્યું નથી, શું સરકાર કોઈ આકસ્મિક હોનારત સર્જાવવાની રાહ જોઈ રહ્યું છે ? તેવા અનેક સવાલો ઉભા થઇ રહ્યા છે.
રિધ્ધી પંચાલ, ભરૂચ
ભરૂચ : શ્રવણ ચોકડી ખાતે ટ્રાફિકની સમસ્યાઓ દિવસેને દિવસે વધી : ટ્રાફિક વ્યવસ્થામાં ગોટાળો..!
Advertisement