આજરોજ અંકલેશ્વર ખાતે સુરવાડી બ્રિજનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું તે સમય દરમ્યાન આજરોજ માનનીય નયાંવ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે નર્મદામૈયા બ્રિજનુ માન બદલીને ગંગા મૈયા કર્યું હતું.
આજરોજ થયેલ ઈ લોકાર્પણ દરમિયાન નીતિન પટેલે નર્મદા મૈયા બ્રિજને વધારવા અંગેની વાત કરી હતી. છેલ્લા 5 વર્ષથી નિર્માણ પામી રહેલો આ બ્રિજનું કામ હજુ સુધી પૂર્ણ થયું નથી અને ધારા સભ્ય અને અરુણસિંહ રાણાના કહેવાબાદ કોલેજ રોડને જોડતા રસ્તાને લાંબાવા અર્થે ચર્ચા કરવામાં આવી હતી જેમાં નર્મદામૈયા બ્રિજને 40 કરોડ ગ્રાન્ટ ફાળવીને બ્રિજ લાંબો કરવાની કામગીરીની મંજૂરી આપવામાં આવી હતી જેની સામે વાતચીત દરમિયાન નીતિન પટેલે નર્મદામૈયા બ્રિજને ગંગામૈયા બ્રિજ કહેતા સોશિયલ મીડિયા પર વિડીયો ખુબ વાઇરલ થઇ રહ્યો છે અને સરકાર ખાલી રીબીન કાપવા પૂરતું જ ધ્યાન આપી રહી હોય તેમ સ્પષ્ટ પણે નજર પડી રહ્યું છે જાણે કોઈ જાતની તૈયારી વગર બેફામ કોઈ જાતની માહીતી મેળવ્યા વગર સરકાર જાહેર જનતા સમક્ષ આવીને બોલી રહી હોય તેમ વરતાય રહ્યું હતું. શું થશે ગુજરાત નું અને શું થશે નર્મદામૈયા બ્રિજનું તે આપડી સમક્ષ સ્પષ્ટ થઇ ગયું હતું.
રિધ્ધી પંચાલ, ભરૂચ.