પત્રકારોનુ કામ છે સ્થિતિને લોકો સુધી પહોંચાડવાનું. કોરોના જેવા સમયગાળામાં જગ્યાઓ પર જઈને માહિતી મેળવીને લોકો સુધી પહોંચાડવું સહેલી વાત નથી. ભરૂચ જિલ્લાના પત્રકારોએ પણ ખડેપગે રહીને સ્મશાનમાં મૃત્યુના આંકડાથી લઈને ભરૂચ જિલ્લાની કોરોનાની સ્થિતિને યોગ્ય આવરી લઈને લોકો સમક્ષ રજૂ કરી હતી. કોરોના મહામારી થોડી ઓછી થયા બાદ તૌકતે વાવાઝોડાની ખબર પણ લોકો સુધી પહોંચાડી છે, પોતાની જાનની પરવાહ કર્યા વગર માહીતી લોકો સુધી ઘરે બેઠા મળી રહે તે માટે પત્રકારો પણ ખુબ મહેનત કરી રહ્યા છે તેવા સમયગાળામાં ભારત વિકાસ પરિષદ, ફોર લાઈફ ફાઉન્ડેશન અને ભરૂચ જર્નાલીઝમ એસોસિયેશનના ઉપક્રમે વસ્તી તાલીમ માટે કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ખાલી ડોકટરો કે નર્સ જ નહીં પણ પત્રકારો યોગ્ય સમયે જેને જરૂરિયાત હોય તેવા લોકોને ચોકકસ સ્થળ પર મદદરૂપ કરી શકે તે માટે કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
આજરોજ ભરૂચ જિલ્લા પત્રકારોને લોકો સમક્ષ માસ્ક ન પહેર્યું હોય તો કહેવાની, સોશિયલ ડિસ્ટન્સ રાખવાની અને યોજના સમયે ઇન્ફેક્ટેડ એરિયાઓમાં મદદરૂપ થઈ શકે ટે માટે ડોક્ટર દ્વારા પત્રકારોને યોગ્ય તાલીમ આપવામાં આવી હતી. જો પત્રકારોને તાલીમની ઝાંકી હશે તો પત્રકરો પણ મદદરૂપ કરી શકશે તે માટે આજરોજ તાલીમ શિબિર યોજાયો હતો જેમાં મોટી સંખ્યામાં લોકો અને ડોક્ટર ઉપસ્થિત રહ્યા હતા.
રિધ્ધી પંચાલ, ભરૂચ
પત્રકાર પણ એક કોરોના વોરિયર : ભરૂચ જિલ્લાના પત્રકારો માટે કોરોના સામે લડવા આજરોજ તાલીમ શિબિર કાર્યક્રમ યોજાયો.
Advertisement