ભરૂચ જિલ્લા અને અંકલેશ્વરને જોડતો ગોલ્ડન બ્રિજ કે જેને ઘણા વર્ષો થઇ જવા પામ્યા છે અને બ્રિજ સાંકડો હોવાને કારણે તેમાં દરરોજ ટ્રાફિક જામ થવાની સમસ્યા સર્જાતી હોય છે જેથી સરકાર દ્વારા ગોલ્ડન બ્રિજને સમાંતર નવો બ્રિજ તૈયાર કરવામાં આવ્યો છે જે બ્રિજને બનવામાં લગભગ 5 વર્ષ એટલે કે 60 મહિના પૂર્ણ થયા છે, સરકારને અવારનવાર કહેવા છતાં સરકાર લોકાર્પણ અર્થે કોઈ જાહેરાત કરતી ન હોવાથી આજરોજ ભરૂચ જિલ્લા યુવા કોંગ્રેસ દ્વારા પ્રજાના હિત માટે નર્મદા મૈયા બ્રિજ ખુલ્લો મુકવાની રજુઆત કરવામાં આવી હતી.
ગોલ્ડન બ્રિજની સમાંતર નવો બનેલ બ્રીજ 5 વર્ષ ઉપરાંતથી બની રહ્યો છે હાઇવે પર મુસાફરી કરતા લોકોને ઘણી હેરાનગતિ થઇ રહી છે. ગોલ્ડન બ્રિજ પર ટુ વ્હીલર અને ફોર વ્હીલરને જ એન્ટ્રી આપવામાં આવતી હોવાથી ટ્રક અને ટેમ્પા ચાલકોએ સરદાર બ્રિજનો ઉપયોગ કરવો પડતો હોય છે અને અંકલેશ્વરવાસીઓ તથા ભરૂચ વાસીઓને તે બાબતથી ઘણી હેરાનગતિ થતી હોય છે.
નર્મદા મૈયા બ્રિજ ફોર લેન બ્રિજ છે જો તેણે ખુલ્લો મુકવામાં આવે તો મુસાફરોને રાહત મળી રહે પરંતુ જો વહેલી તકે બ્રિજ ખુલ્લો મુકવામાં નહીં આવે તો યુથ કોંગ્રેસ દ્વારા બ્રિજને જાતે જ ખોલી દેવાનું અલ્ટીમેટમ એક્શન લેવામાં આવશે તેવી યુવા કોંગ્રેસ સમિતિ દ્વારા સરકારને ચીમકી આપવામાં આવી હતી. યુથ કોંગ્રેસના શેરખાન પઠાણ સમર્થકો સાથે બ્રિજ ખાતે પહોંચ્યા સાથે યુવક કોંગ્રેસના કાર્યકરો બ્રિજ પાસે પહોંચતા પોલીસ દોડતી થઇ હતી. જેમાં ક્રાઇમ બ્રાંચના કર્મીઓ અને કાર્યકરો વચ્ચે મામલો શાંત પાડવા અંગે ઘણી ચર્ચા જામી હતી અને છેવટે યુથ કોંગ્રેસે બ્રિજ ખુલ્લો મુકવાની અગાઉ ચીમકી આપી હતી.
રિધ્ધી પંચાલ, ભરૂચ
નર્મદા નદી પર નવ નિર્માણ પામેલ નર્મદા મૈયા બ્રિજ ચર્ચામાં : ભરૂચ યુથ કોંગ્રેસ સમિતિ દ્વારા વહેલી તકે લોકાર્પણ કરવા સરકારને આપી ચીમકી.
Advertisement