Proud of Gujarat
GujaratFeaturedINDIA

કોરોના મુક્ત અભિયાન : ભરૂચનાં શક્તિનાથ શાક માર્કેટમાં સ્પોટ વેકસીનેશન ડ્રાઈવ યોજાઈ.

Share

કોરોના જેવી મહામારીમાંથી બચવા માટે રસીકરણ કરવું ખુબ જ આવશ્યક બન્યું છે. સરકાર દ્વારા પહેલી અને બીજી એમ થોડા થોડા દિવસના અંતરે બે રસીકરણ કરવાનું કામ શરૂ કરી દેવામાં આવ્યું છે. પરંતુ હાલાકીની વાત છે કે સ્થળ પર જતાની સાથે રસી ન ઉપલબ્ધ હોવાને કારણે લોકોને ધક્કા ખાવાનો વારો આવે છે અને ઓનલાઇન રજીસ્ટ્રેશન અંતર્ગત પણ ઘણીવાર રસીકરણનો સ્લોટ પૂરતો મળતો નથી જેથી કામ પર ફરજ બજાવતા અને જેઓને રસીકરણ લેવાનો સમય ન મળતો હોય તે લોકો માટે ભરૂચ નગરપાલિકા આરોગ્ય કેન્દ્ર દ્વારા મદદ કરવામાં આવી હતી જેમાં આરોગ્ય કેન્દ્રના સભ્યો દ્વારા જે-તે સ્પોટ પર જઈને લોકોનું રસીકરણ કરવાનું અભિયાન શરૂ કરવામાં આવ્યું છે.

જેમાં આજરોજ ભરૂચના શક્તિનાથ શાક માર્કેટમાં સ્પોટ વેકસીનેશન શરૂ કરવામાં આવ્યું હતું. શાકભાજી અને ફ્રૂટસ વેચતા ફેરિયાઓ સુપર સ્પ્રેડર ના બને તે માટે નગરપાલિકા દ્વારા શાક માર્કેટમાં જઈ વેક્સીન મૂકીને કોરોનનું સંક્રમણ ઓછું થાય તે રીતે શરૂ કરવામાં આવેલ અભિયાનને સફળ બનાવ્યું હતું. તંદુપરાંત આરોગ્ય કેન્દ્રના લોકો ભરૂચ નગરપાલિકાના હદ વિસ્તારમાં આવેલ જગ્યાઓ પર જઈને જે લોકોને રસી હાલ સુધી રસી મળી નથી તેવા લોકોને રસીકરણનો લાભ થાય તેવી જવાબદારી આરોગ્ય કેન્દ્ર દ્વારા લેવામાં આવી છે.

Advertisement

Share

Related posts

ઉમરપાડામાં સુરત જિલ્લા કોંગ્રેસના નવનિયુક્ત પ્રમુખ મનહર પટેલનું કોંગ્રેસ કાર્યકરોએ સ્વાગત કર્યું.

ProudOfGujarat

ભરૂચ : નકલી પોલીસ બની દંડ વસૂલાત કરતાં એક શખ્સને ઝડપી પાડતી સી ડિવિઝન પોલીસ.

ProudOfGujarat

ઉમરપાડા તાલુકાના નસારપુર ગામે ગ્રામસભા યોજાઇ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!