ભરૂચ જિલ્લામાં આજરોજ એક વધુ હોલનું ઉદ્ધાટન કરવામાં આવ્યું હતું. ભરૂચ જિલ્લાના શક્તિનાથ વિસ્તારમાં આવેલ નીલકંઠ નગરમાં આજરોજ ભાજપા સદસ્ય અને ભરૂચના એમ.એલ.એ. એવા દુષ્યંતભાઈ પટેલના વરદ હસ્તે ઉદ્ધાટન કરી દીપ પ્રાગ્ટય કરવામાં આવ્યું હતું.
ભરૂચ જિલ્લામાં નીલકંઠ મંદિર પાસે બનાવામાં આવેલ ફરસરામી દરજી જ્ઞાતિપંચની વાડી બનવાનું મુખ્ય કારણ એ હતું કે સમાજના લોકોને હોલમાં કોઈ પણ શુભ કે અશુભ પ્રસંગે ઉપયોગી થાય તે માટે સમાજ અને સરકારના સહકારથી હોલ બનાવામાં આવ્યો હતો
અને આ હોલ બનાવવા પાછળ ઇતિહાસ એ છે કે ફરસરામી દરજી કે જેઓ વર્ષોથી નીલકંઠ મંદિર અને વાડીનું સંચાલન અને જતન કરે છે તેમના નામ ઉપરથી વાડીનું નામ આપવામાં આવ્યું હતું જેથી લોકોમાં આનંદની લાગણીનો માહોલ જોવા મળ્યો હતો.
Advertisement