Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ એલ. સી. બી. ની ટીમ દ્વારા ભરૂચ જિલ્લાના અલગ-અલગ વિસ્તારમાં રેડ કરતા જુગારનાં ત્રણ કેસો શોધી કાઢયા.

Share

ભરૂચ એલ. સી. બી. ની અલગ અલગ ટીમ દ્વારા નબીપુર, પાલેજ તેમજ ભરૂચ શહેરમાં ફુરજા ચાર રસ્તા વિસ્તારમાં જુગારની સફળ રેઇડ કરીને ત્રણ જુગારના કેસો શોધી કાઢ્યા હતા. ભરૂચ જિલ્લામાં પ્રોહી/જુગારની અસરકારક કામગીરી કરવા અલગ અલગ ટિમોની રચના કરવામાં આવી હતી.
જેમાં ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા ભરૂચ શહેરના ફુરજા ચાર રસ્તા પાસે આંક ફરકના સત્તા બેટિંગના જુગારની સફળ રેઇડ કરી કુલ ત્રણ જુગારીયોને જુગાર રમવાના સાધનો સહીત કુલ મુદ્દામાલ રૂ. 15,250/- સાથે ઝડપી પાડ્યા હતા અને આગળની કાર્યવાહી ભરૂચ બી ડીવીઝન પોલીસને સોંપવામાં આવી હતી.

મળેલ બાતમીને આધારે અન્ય એક ટીમ દ્વારા નબીપુર પોલીસ સ્ટેશન વિસ્તારના ઝંધાર ખેતરની ખુલ્લી જગ્યામાં પત્તા પાનાના જુગારની સફળ રેઇડ કરતા કુલ પાંચ આરોપીઓની ઘરપકડ કરવામાં આવી હતી જેમાં કુલ મુદ્દામાલ રૂ.30,980/-નો જપ્ત કરીને આગળની કાર્યવાહી નબીપુર પોલીસ સ્ટેશનને સોંપવામાં આવી હતી. ઉપરાંત લોકલ ક્રાઇમ બ્રાન્ચની વધુ એક ટીમ દ્વારા મળેલ બાતમીને આધારે પાલેજ ખાતે પણ જુગારની સફળ રેઇડ કરીને બે જુગારીઓની ધરપકડ કરવામાં આવી હતી. સાથે કુલ 5120/- નો મુદ્દામાલ જપ્ત કરીને પાલેજ પોલીસ સ્ટેશનને આગળની કાર્યવાહી સોંપવામાં આવી હતી.

Advertisement

ત્રણ વિસ્તારના પકડાયેલ આરોપીઓ :

(1) અહેસાનખાન સમીઉલ્લાખાન પઠાણ રહે,ફુરજા રોડ ભરૂચ
(2) સલીમભાઈ ગુલામભાઈ મન્સૂરી રહે, કરમાડ નવી નગરી ભરૂચ
(3) સોમાભાઈ મંગુભાઇ વસાવા રહે, થામ ભરવાડ ફળિયું ભરૂચ
(4) વોન્ટેડ -શબ્બીર ઉર્ફે શબ્બો મહેમદ મલેક રહે, ફુરજા રોડ ભરૂચ
(5) આદમ ઇસ્માઇલ મતાદાર રહે, હળદરવા જમાલ ફળિયું કરજણ, વડોદરા
(6) મુબારક ઇસ્માઇલ પટેલ રહે ઝંધાર ભરૂચ
(7) મિનહાઝ ઈબ્રાહીમ સારોદિયા રહે, ઝંધાર ભરૂચ
(8) અબ્દુલ ઈબ્રાહીમ વાદીવાલા રહે, ઝંધાર ભરૂચ
(9) બશીર મહમદ દીવાન રહે, ઝંધાર ભરૂચ
(10) વોન્ટેડ – ગુલામ ઉર્ફે પૂંછડીયો ઇસ્માઇલ જર્મન રહે, ઝંધાર ભરૂચ
(11) ઇકબાલ મહમદ ઢોચકી રહે, પાલેજ ભરૂચ
(12) ઠાકોરભાઈ શનાભાઈ વસાવા રહે, કરંજણ વડોદરા
(13) વોન્ટેડ ઐયુબ અબ્બાસ મિર્ઝા રહે, પાલેજ ભરૂચ.


Share

Related posts

ભરૂચ જીલ્લાનાં ઝધડીયાનાં ભાલોદ ગામે નર્મદા નદીમાંથી પ્રેમિકાની લાશ મળ્યા બાદ પ્રેમીની લાશ મળી આવતા ચકચાર મચી ગઈ હતી.

ProudOfGujarat

ગુજરાતનાં અનેક વિસ્તારોમાં વાતાવરણમાં પલટો, ખેડૂતોમાં વ્યાપી ચિંતા

ProudOfGujarat

ભરૂચમાં હવે પુરને ભૂતકાળ બનાવો, ભુપેન્દ્ર દાદાના દરબારમાં ભરૂચ જિલ્લા ભાજપની દાદ – નર્મદા નદીમાં આવતા પુરના કાયમી ઉકેલ માટે ગુજરાત સરકાર આયોજન ઘડશે

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!