પાલેજ નગરમાં ગ્રીન ગોલ્ડન બંગ્લોઝમાં આવેલા એક મકાનમાં થયેલી ચોરીનો ભેદ પાલેજ પોલીસે ગણતરીના કલાકોમાં ઉકેલી નાંખ્યો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર ગત તારીખ ચોથી જૂનથી 12 મી જૂન દરમિયાન ઈસ્માઈલ ઇસપ તાબુ રહે માંકણ તા્મ. કરજણ જિ. વડોદરા નાઓનું ગ્રીન ગોલ્ડન બંગ્લોઝમાં મકાન આવેલું છે સદર મકાનમાં કામકાજ ચાલુ હતું. જેમાં ઈલેક્ટ્રીકને લગતું કામ પૂરું થયા બાદ વધારાનો સામાન ચાર નંગ પંખા, MCB સ્વિચ નંગ દસ, MCB બોક્ષ -૧, વાયરના બંડલ નંગ – ૪, બોર્ડના પ્લાસ્ટિકના કવરો, ઈલેક્ટ્રીક સ્વીચો તથા અન્ય નાની – મોટી ઈલેક્ટ્રીકને લગતી ચીજવસ્તુઓ મકાનના બીજા માળે આવેલા બાથરૂમમાં મૂકી હતી.
ઉપરોક્ત મકાન બંધ હતું તારીખ 12 મી જૂનના રોજ ઈસ્માઈલભાઈ પર યાસીનભાઈ નામના વ્યક્તિનો ફોન આવ્યો હતો કે તમારા મકાનનો ઉપરના મેડાની કેબિનનો દરવાજો ખુલ્લો છે. ઇસ્માઇલભાઈએ પાલેજ પહોંચી તેઓના મકાનનો દરવાજો ખોલી તપાસ કરતા બીજા માળનો એલ્યુમિનિયમના દરવાજો સ્ટોપરથી તૂટેલો નજરે પડ્યો હતો તેઓને શંકા જતા તપાસ કરતા ઉપરોક્ત દર્શાવેલ ઈલેક્ટ્રીક સામાન કુલ રૂપિયા ૫૫,૩૮૨ નો કોઈ અજાણ્યા ચોર ઈસમ ચોરી ગયા હતા જે સંદર્ભે ઇસ્માઇલભાઈએ પાલેજ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પાલેજ પોલીસ ડી સ્ટાફના મહેશભાઈ તથા તેઓની ટીમે 24 કલાકમાં બે આરોપીને ચોરીના મુદ્દામાલ સાથે ઝડપી પાડી ગણતરીના કલાકોમાં ચોરીનો ભેદ ઉકેલી નાંખ્યો હતો.
યાકુબ પટેલ,પાલેજ