Proud of Gujarat
GujaratFeaturedINDIA

હાય રે મોંઘવારી : મોંઘવારીએ તમામ રેકોર્ડ તોડયાં : મોદી સરકારે કરી કબૂલાત..!

Share

દેશમાં મોંઘવારીથી પીડાતી આમ જનતાને વધુ એક ફટકો લાગ્યો છે. ક્રૂડ ઓઈલ અને મેન્યુફેક્ચરિંગ વસ્તુઓની કિંમતમાં વધારાના કાણે જથ્થાબંધ મોંઘવારી દર મે મહિનામાં 12.04 ટકાના રેકોર્ડ ઉચ્ચ સ્તર પર પહોંચી ગયો છે. મે 2020 માં મોંઘવારી દર -3.37 % હતો. હોલસેલ પ્રાઈસ ઈન્ડેક્સ આધારિત મોંઘવારી દર સતત 5 માં મહિને વધ્યો છે. ચાલુ મહિનાની શરુઆતમાં આરબીઆઈએ વ્યાજ દરોને યથાવત સ્થિતિએ જાળવી રાખવી રાખ્યાં હતા તથા વિકાસને વેગ આપવા નીતિગત વલણોમાં કોઈ ફેરફાર ન કરવાનું જણાવ્યું હતું.

સરકાર દ્વારા જારી જથ્થાબંધ મોંઘવારીમાં કહેવામાં આવ્યું કે ક્રૂડ પેટ્રોલિયમ, મિનરલ ઓઈલ્સને કારણે મોંઘવારી વધી છે. કારણ કે તેનાથી પેટ્રોલ, ડીઝલ નેપ્થા અને મેન્યુફેક્ચરિગ પ્રોડક્ટ્સ મોંઘા થયા છે. તેને પરિણામે, ગયા વર્ષની સમાન અવધિની તુલનામાં આ વર્ષે મે મહિનામાં મોંઘવારી ઝડપથી વધી છે. ફ્યુલ અને પાવર સેક્ટરમાં પણ મે મહિના દરમિયાન મોંઘવારી 37.61 ટકા વધી છે જે એપ્રિલમાં 20.94 ટકા વધી હતી.
તો મેન્યુફેક્ચર્ડ પ્રોડેક્ટ્રસમાં પણ મે મહિનામાં 10.83 ટકા મોંઘા થયા છે. જોકે ખાદ્ય પદાર્થોમા મોંઘવારીથી રાહત મળી છે. મે મહિનામાં ખાદ્ય પદાર્થો 4.31 ટકા સસ્તા થયા છે પરંતુ ડૂંગળીના ભાવમાં વધારો થયો છે. ડૂંગળીના ભાવમાં 23.24 ટકાનો વધારો થયો છે.

Advertisement

Share

Related posts

નેત્રંગ વનવિભાગેે ખેરનાં લાકડાની ગેરકાયદેસર ફેરાફેરી કરતાં આઇસર ટેમ્પાને પકડી પાડયો.

ProudOfGujarat

નડિયાદ : સંતરામ ચાઈલ્ડ બ્રેઈન ડેવલોપમેન્ટ સેન્ટરમાં કોન્વોકેશન સેરેમની કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

અંકલેશ્વર પ્રતિન ત્રણ રસ્તા પાસે થયેલ લૂંટનાં બનાવનો ભેદ ઉકેલતી એલ.સી.બી. પોલીસ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!