Proud of Gujarat
FeaturedGujaratINDIA

રાજ્ય સરકાર કોરોનાની ત્રીજી લહેર સામે લડવા તૈયાર : જાણો શું છે એક્શન પ્લાન..!

Share

રાજ્ય સરકારે કોરોનાની સંભવિત ત્રીજી લહેર માટેની તૈયારી કરી લીધી છે. આ અંગે આજે મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પત્રકાર પરીષદ યોજી હતી. જેમાં મુખ્યમંત્રી રૂપાણીએ જણાવ્યું હતું કે, કોરોનાના પહેલી અને બીજી વેવ સામે ઝઝુમી રહ્યા છીએ. સેકન્ડ વેવમાં આટલા બધા કેસ આવશે તેણી કલ્પના ન હતી. કેસો વધતા નાની મોટી સમસ્યાઓ પણ થઈ. આપણે ઝડપી નિર્ણયો કરીને કોરોનાને કાબુમાં લીધો. ધારણા છે કે ત્રીજી વેવ આવશે. તેની તૈયારીઓ કરી લીધી છે. કોરોનાં પતી ગયો છે એવું આપણે માનતા નથી. ત્રીજી લહેર માટે આપડે એકશન પ્લાન બનાવી દીધો છે. કોરોનાની ત્રીજી લહેર અંગેનો એક્શન પ્લાન આજે જાહેર કરવામાં આવશે. ત્રીજી વેવ આવે જ નહીં તૈ માટેના પગલઓ લેવાના છે અને જો આવે તો તે તેને કાબૂમાં લેવાની તૈયારીઓ કરી લીધી છે. ત્રીજી વેવ કેવી હશે તૈનો આધાર વેક્સિન, લોકોનો વ્યવહાર, બીજા રાજ્યોમા વાઇરસનો પ્રકોપ આ બાબત ધ્યાને લેવામાં આવશે.

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે, ત્રીજી વેવ માટે અનેક ચર્ચાઓ બાદ આ તૈયારીઓ કરી છે. કોર ગ્રુપમા અમે આ તૈયારીઓ કરી છે. ત્રીજી વેવ આવે કે ન આવે રાજય સરકારનું આયોજન ઓછું ન હોવું જોઈએ. આખા દેશમાં નિયમિત રીતે ગુજરાત રાજ્યમાં કોર ગ્રુપ મળે છે. કહેવાતા સંભવિત થર્ડ વેવ અંગે કોઈ રાજ્યે તૈયારીઓ ન કરી હોય તેવા ઘણા રાજ્યો છે. પણ આપણે તૈયારીઓ કરી લીધી છે. સંભવિત ત્રીજી વેવમાં કેટલા કેસ આવશે તે કોઈ કહી શકતું નથી. ત્રીજી વેવની તૈયારીઓ અંગેનો આ એક સંભવિત અંદાજો છે. આ બધુ જ અનુમાન છે. સંભવિત સંખ્યાનાં આધારે અમે આ રોડ મેપ તૈયાર કર્યો. ગયા વખત ઉણપ રહી ગઇ હતી કે દર્દીનાં સગાને પથારી શોધવામાં દોડાદોડી કરવી પડી હતી.

Advertisement

ઓક્સિજનની અછત ન સર્જાય તે માટે બધી તૈયારીઓ આપણે કરવા લાગ્યા છીએ. ભારત સરકારે પણ GST દર ઘટડ્યો છે. એમ્બ્યુલન્સનાં દરમા પણ ઘટાડો થશે તેનાં જીએસટી દર ઘટ્યા છે. વેકસિન લીધાં બાદ ચુંબકીય તત્વ જોવા મળતું હોવાની ઘટવાની પર સીએમે પ્રતિક્રિયા આપતાં કહ્યુ આવા કિસ્સાઓ એકલ દોકલ જ છે. ઓક્ટોબર નવેમ્બર મહિનામાં ત્રીજો વેવ આવે તેવું અનુમાન લગાવાય રહ્યુ છે. આ બધી જ તૈયારીઓ કરવા માટે 3 મહિનાનો સમય છે. સૌથી ખરાબ હાલ થાય તેનો અંદાજ લગાવીને તૈયારીઓ કરી રહ્યાં છીએ. તૈયારીઓનું ઇંફાસ્ટ્રકચર જે તૈયાર કરી રહ્યા છીએ જે આરોગ્ય વિભાગની કામગીરીમાં આજે નહીં તો કાલે કામમાં આવશે એટલે જે ખર્ચ કરી રહ્યા છીએ તે વ્યય નહીં થાય. ડોક્ટરો અને અન્ય નર્સિંગ સ્ટાફનાં સંભવિત ફિગરનાં આધારે મેડીકલ પેરા મેડીકલ સ્ટાફ વધારવાનું અનુમાન કર્યું છે.


Share

Related posts

ભાજપની પ્રચંડ લહેરમાં વિપક્ષ ઘ્વસ્ત, રસ્તાઓ પર ઢોલ-નગારાની ધૂમ, કાર્યકરો કરી રહ્યા ઉજવણી.

ProudOfGujarat

ભરૂચ : જંબુસર ખાતે વહેલી સવારથી DGVCL ની ટીમોનાં દરોડા, પોલીસ બંદોબસ્ત વચ્ચે થયું વીજ કનેકશનોનું ચેકીંગ…જાણો વધુ.

ProudOfGujarat

નડિયાદ : શ્રી સંતરામ નેત્ર ચિકિત્સાલય ખાતે નિ:શુલ્ક કેમ્પ યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!