ભરૂચ જિલ્લામાં હાલ અસામાજિક ગુનાઓના કેસનો ગ્રાફ સતત વધી રહ્યો છે ઠેર-ઠેર ગામડાઓ અને શહેરમાં ચોરી લૂંટફાટ મારામારી મર્ડર અને સાથે જુગારના કેસો સતત વધી રહ્યા છે ત્યારે અસામાજિક પ્રવૃતિઓ કરનાર આરોપીઓને ઝડપી પાડવા ભરૂચ પોલીસ એકશન મોડમાં આવી છે.
સી ડીવીઝન પોલીસને મળેલ બાતમીને આધારે ગઈકાલે તા. 14 મી ના રોજ મોડી રાત્રે બી-9 નર્મદા દર્શન સોસાયટી મકતમપુર, ભરૂચ ખાતેના રહેણાંક મકાનમાં પત્તાપાના વડે હારજીતનો જુગાર રમતા કુલ 06 ઈસમોને અંગ ઝડતીના રોકડ રૂપિયા 29,610/-, દવ ઉપરથી મળી આવેલ રોકડ રૂપિયા 13,600/- સહિત મોબાઈલ નંગ 03 જેની કિંમત 12,000/- મળીને કુલ 55,210/- ની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરીને સી ડીવીઝન પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
જુગાર રમતા પકડાયેલ 6 આરોપીઓ (1) રાજેશભાઈ મહિજીભાઈ ગોહિલ રહે,બી -9 નર્મદા દર્શન સોસાયટી, મક્તમપુર, ભરૂચ (2) અમિતભાઇ હેમંતભાઈ શાહ રહે, લલ્લુભાઇ ચકલા ધારીયા શેરી, ભરૂચ (3) નરેશભાઈ નવીનભાઈ વસાવા રહે, કોઠી ફળિયું, ઝાડેશ્વર ગામ ભરૂચ (4) ઇમરાન ઉર્ફે તુમડી અબ્દુલ રસીદ મલેક રહે, સોનેરી મહેલ મલેક વાડ ભરૂચ (5) રણજીતભાઈ કાશીરામ વસાવા રહે, કોઠી ફળિયું ઝાડેશ્વર ગામ ભરૂચ અને (6) સલીમભાઈ હુશેનભાઈ શેખ રહે, છીપવાડની પાછળ ખાટકીવાડ, ભરૂચ નાઓની ધરપકડ કરવામાં આવી હતી.