દેશમાં હાલ કોરોનાનું વેક્સિનેશન પૂરજોશમાં ચાલી રહ્યું છે, જોકે દેશના અમુક ખૂણે કોરોનાની વેક્સિન લેનારી વ્યક્તિના શરીર પર વિવિધ ચીજવસ્તુઓ ચીપકી જતી હોવાની ઘટનાઓ સામે આવી રહી છે. એટલું જ નહીં, આવી ઘટનાઓના અનેક વીડિયો અને ફોટા પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યા છે. ગુજરાતમાં પણ આવા બનાવો સામે આવતાં લોકોમાં અચંબામાં મુકાયા છે તો અનેક લોકોએ આવી ઘટનાને પગલે રસીથી દૂર રહેવાનું મન બનાવી લીધાનું પણ સામે આવી રહ્યું છે, પરંતુ વેક્સિન લીધા પછી શરીર ચુંબકીય બની જવું વૈજ્ઞાનિક રીતે અશક્ય છે.
સોશિયલ મીડિયામાં ચમચી, સિક્કા શરીર પર ચોંટવાના વીડિયો વાઇરલ થયા બાદ ભરૂચ જિલ્લામાં એક કેસ સામે આવ્યો હતો. મળતી માહીતી મુજબ ભરૂચના મકતમપુર વિસ્તારના મખદુમ પાર્કમાં રહેતા 72 વર્ષીય ઇકબાલભાઇ મેમણનું શરીર કોરોના અથવા કોઈ અન્ય વેક્સીન લીધી ન હોવા છતાં ચુંબકીય શક્તિ ધરાવતું હોય તેમ લાગી રહ્યું હતું.મનુષ્યનું મગજ અનેક અખૂટ શક્તિઓનો ભંડાર છે. એટલે જ કહ્યું છે કે, જેવું વિચારો એવું થાય. મગજ અને મનની પ્રબળ ઈચ્છા શક્તિ જે ધારે તે શરીર પાસે કરાવી શકે છે અને તમારૂં શરીર પણ મગજ અને મનની ધરણાં વિચારશક્તિ મુજબ વર્તવાનું શરૂ કરી દે છે. વેક્સિન લો કે ના લો, પરંતુ તમે મગજથી ધારી તમારા શરીરને તે રીતે ઢાળી શકો છો. ભરૂચમાં રહેતા અને સત્ય શોધક સંઘના પૂર્વ સભ્ય ઋષિ દવેએ જણાવ્યું હતું કે, માનવી મનને મક્કમ કરી જેવી વીચારશક્તિ કેળવે તેવી પરિસ્થિતિનું સર્જન પોતાના શરીર સાથે કેળવી શકે છે. વેક્સિન લેવાથી શરીરમાં મેગ્નેટિક ફિલ્ડ સર્જાય છે તે વાત બિલકુલ પાયા વિહોણી છે અને અંધશ્રદ્ધાને વેગ આપનારી છે. એટલે તમામ નાગરિકોએ વેક્સિન અવશ્ય લેવી જ જોઈએ.
જેમો વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થય રહ્યો હતો. તેમના શરીર પર લોખંડની ચમચી, કાતર અને રૂપિયાના સિક્કા ચોંટી જાય છે. ઇકબાલભાઈના જણાવ્યા પ્રમાણે તેઓએ કોઈ પ્રકારની વેક્સીન લીધી નથી છતાં છેલ્લા છ મહિનાથી તેમનું શરીર મેગ્નેટિક થઈ ગયું હોય તેમ લાગી રહ્યુ છે. તેઓ જણાવે છે કે વેક્સીન લીધા બાદ જ શરીર મેગ્નેટિક થઈ જાય છે તે વાત તદ્દન ખોટી વાત છે.