ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકામાં તા.14 મીના રોજ મળેલ બાતમીમે આધારે જુગારનો ગણનાપત્ર કેસ શોધી કાઢયો હતી જેમાં 8 આરોપીઓ જુગાર રમી રહયા હતા તેવી બાતમી મળી હતી.
નેત્રંગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહી/જુગાર પ્રવૃતિઓ પર સતત વોચ રાખવા માટે નેત્રંગ પોલીસ, પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી તે સમય દરમિયાન બાતમી મળેલ કે ઘાણીખુંટ ગામે નવી વસાહત ફળિયામાં આવેલ ખેતરમાં આંબા વાડિયામાં આવેલ આંબાના ઝાડ નીચે ઘાણીખુંટ ગામના રવજીભાઈ જીવણભાઈ વસાવા કેટલાક ઈસમો સાથે પત્તાપાના વડે રૂપિયાની હારજીતનો જુગાર રમી રહ્યા હતા. ત્યારે ઉપર જણાવેલ જગ્યા પર પોલીસ દ્વારા રેઇડ કરતા સ્થળ પર કુલ ચાર આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી અને તમામમ પકડાયેલ આરોપીઓ પાસેથી રોકડ રૂપિયા 6010/-, દાવા ઉપરથી મળેલા રોકડ રૂપિયા 5050/-, મોબાઈલ ફોન નંગ 3 જેની કિંમત રૂપિયા 1500/-, તથા મો. સા. નંગ 2 કિંમત રૂપિયા 70,000/- મળીને કુલ રૂપિયા 82,560/- નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. અને આગળની કાર્યવાહી અર્થે પોલીસ સ્ટેશન ખસેડવામાં આવ્યા હતા.
જેમાં પકડાયેલ આરોપીઓ (1) રવજીભાઈ જીવણભાઈ વસાવા રહે, નેત્રંગ, ભરૂચ (2) મનુભાઈ રામાભાઇ વસાવા રહે, નેત્રંગ ભરૂચ (3) નગીનભાઈ રડવીયાભાઈ વસાવા રહે, નેત્રંગ ભરૂચ (4) સંજયભાઈ મંગાભાઈ વસાવા રહે, નેત્રંગ ભરૂચ સાથે ફરાર થયેલા 4 આરોપીઓ (5) સંજયભાઈ શાંતિલાલભાઈ વસવા (6) કલ્પેશભાઈ જાનિયાભાઈ વસાવા (7) અજયભાઇ ભાવસીંગભાઈ વસાવા અને (8) નીમેશભાઈ કનુભાઈ વસાવા.