– નેત્રંગ પોલીસ અને કાર્યકર્તાઓમાં ઘર્ષણ
ભાજપ સરકારના શાસનમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ આસમાને જતાં ગરીબ અને મધ્યમ વર્ગની હાલત કફોડી બની ગઈ છે. ત્યારે નેત્રંગ તાલુકા કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોએ બિરસા મુંડા ચોક પાસે ભાજપ વિરોધી સૂત્રોચ્ચાર કરી પેટ્રોલ અને ડીઝલનાં ભાવ વધારા વિરૂદ્ધ પ્રદર્શન કર્યું હતું. પ્રદર્શન દરમ્યાન નેત્રંગ પોલીસે તમામ કાર્યકર્તા અને આગેવાનોની અટકાયત કરી હતી.અટકાયત દરમિયાન નેત્રંગ પોલીસ અને કાર્યકર્તાઓમાં ઘર્ષણ જોવા મળ્યું હતું.
કોંગ્રેસના 15 થી વધુ આગેવાનોને નેત્રંગ પોલીસે અટકાયત કરી હતી. નેત્રંગ તાલુકા કોંગ્રેસ સમિતિના આગેવાન વિરોધ પ્રદર્શન કર્યું હતું. કોગ્રસના કાર્યકરો ભેગા મળી પોસ્ટર બતાવી સૂત્રોચ્ચાર કર્યો હતાં. ભાજપ સરકાર જે પેટ્રોલ-ડીઝલના ધરખમ ભાવ વધારો કર્યો છે, જેને લઇને ગરીબ અને મધ્યમ વર્ગની પ્રજાની કમર તટી ગઈ છે.આ પ્રદર્શન દરમ્યાન નેત્રંગ પોલીસે તમામ કાર્યકર્તા અને આગેવાનોની અટકાયત કરી હતી.અટકાઈ દરમિયાન નેત્રંગ પોલીસ અને કાર્યકર્તાઓમાં ઘર્ષણ જોવા મળ્યું હતું.