પ્રાપ્ત માહિત મુજબ ભરૂચ જીલ્લાના આદિવાસી વિસ્તારમાં આવેલા નેત્રંગ તાલુકા મથકે શ્રી નેત્રંગ વિભાગ કેળવણી મંડળ સંચાલિત આર.કે ભક્ત વિધાલયમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓને શિક્ષણ સાથે સંસ્કારનું સિંચાઈ કરવામાં આવે છે. નેત્રંગ તાલુકાના ગામે-ગામથી ગરીબ પરીવારના બાળકો શ્રી આર.કે ભક્ત વિધાલયમાં અભ્યાસ કરીને પોતાની ઉજ્જવલ કારકિર્દીનું ઘડતર કરે છે.સંસ્થાના પ્રમુખ અને વ્યવસ્થાપક સમિતિના સભ્યો પણ વિધાથીઁઓના ભવિષ્યને ધ્યાનમાં રાખીને જ અગત્યના નિણર્ય લેતા હોય છે.
જેમાં છેલ્લા બે-ત્રણ દિવસથી કેળવણી મંડળ,શાળા અને શાળાની પ્રતિષ્ઠાને બદનામ કરવાના ઇરાદે કેટલાક વિધ્ન સંતોષીએ શિક્ષકોને હાથો બનાવી પોતાની મહત્વકાંક્ષા પૂર્ણ કરવાના ઈરાદે ગેરમાર્ગે ઉપયોગ કયૉ હતો અને કેળવણી મંડળના શ્રી આર.કે ભક્ત વિધાલયના તમામ શિક્ષકોને નોટિસ આપ્યા વગર છુટા કરી દેવાયા છે તેવી વાતો વાલીઓ-ગ્રામજનોમાં વહેતી કરી હતી તેના કારણે વિધાથીૅઓનું ભવિષ્ય અંધકાર તરફ ધકેલાઇ જશે અને અનેક જુઠ્ઠાનાઓ ચલાવ્યા હતા.જેથી શાળામાં અભ્યાસ કરતાં વિદ્યાર્થી અને વાલીઓ ગેરમાગઁ દોરાયા હતા.
નેત્રંગ વિભાગ કેળવણી મંડળ સંચાલિત શ્રી.આર.કે.ભક્ત વિધાલયના શિક્ષકો કરાર આધારિત હોય છે.જેમનો કરારનો સમય પૂર્ણ થતાં આપોઆપ છુટા થાય છે. દર વર્ષે આ એક પ્રક્રિયાનો ભાગ છે. કોરોનાકાળ હોવાથી છેલ્લા બે વર્ષથી ફી ની વસુલાત બાકી હોય છતાં શાળમાં રાબેતા મુજબના તમામ કાયૉ ચાલી રહ્યા છે.આગામી નવા સત્રમાં સરકારની કોરોનાની જે ગાઇડલાઇન હશે તે મુજબનું શિક્ષણકાર્ય રાબેતા મુજબ ચાલું રહેશે. શિક્ષકોને છુટા કરાયા છે તે બાબતે સંસ્થાનું પુરેપુરું નિવેદન લેવાયું નથી. સંસ્થા અને શાળાની પ્રતિષ્ઠાને બદનામ કરવા વિધ્ન સંતોષીએ આ પ્રક્રરણ ઉભુ કયુઁ છે.