ડેડીયાપાડા તાલુકાના મગવલાવાડી ગામે બસ સ્ટેન્ડ ની સામે આવેલા ખેતરની બાજુમાં ખાડી કોતરમાં ઝાડી-ઝાંખરામાં જુગાર ની રેડ કરતા દોડધામ મચી જવા પામી હતી. જેમાં એક મોટરસાઇકલ, બે મોબાઈલ ફોન,તથા જુગારના સાહિત્ય સાથેરૂ.34,740/-નો મુદ્દામાલ ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ અંગે ડેડીયાપાડા પોલીસ મથકે (૧)અરવિંદભાઈ સીડીયાભાઈ વસાવા (૨)કિશનભાઈ ભરતભાઈ વસાવા (3) ભરતભાઈ ગોમાંભાઈ વસાવા(૪) રોહિતભાઈ નારસીંગભાઈ વસાવા તમામ રહે. ગવાલવાડી સ્ટેશન ફળિયું તા- ડેડીયાપાડા જી- નર્મદા સામે ફરિયાદ નોંધી છે.તથા વોન્ટેડ તહોદાર (૧)સુનીલભાઈ લાલસિંગભાઈ (ર)સંજયભાઈ લાલસીંગભાઈ (3) અક્ષયભાઈ દિનેશભાઈ(૪) આઝાદભાઈ ગુરજીભાઈ તમામ રહે. ગવલાવાડી તા-ડેડીયાપાડા જી.નર્મદાને વોન્ટેડ જાહેર કરેલ છે.
ફરિયાદની વિગત અનુસાર આરોપીઓએ ગવાલાવાડી ગામે બસ સ્ટેન્ડની સામે આવેલા ખુલ્લા ખેતરની બાજુમાં ખાડીકોતરમાં ઝાડી ઝાખરાની આડસમાં જાહેરમાં પત્તા – પાનાનો હાર-જીતનો જુગાર રમતા પકડાયેલ આરોપીઓની અંગઝડતીમાંથી મળી આવેલ જુદા-જુદા દરની ચલણી નોટો મળી આવેલ રોકડા ૧૫,૨૪૦ /-તથા દાવ ઉપરથી મળી આવેલ રોકડ રકમ રું-૨૦૦૦/- તેમજ મોબાઇલ નંગ-૨ કિમત.રૂ.૨૫૦૦/- તથા હીરો પ્લેન્ડર પ્લસ મો.સા.નં -GJ-22-N-0972 ની કી.રુ.૧૫૦૦૦/- તથા ગંજી પત્તા -પાના નંગ -૫૨ કી.રૂ.૩૦/૦૦ મળી કુલ ડેડીયાપાડા તાલુકાના મગવલાવાડી ગામે બસ સ્ટેન્ડની સામે આવેલા ખેતરની બાજુમાં ખાડી કોતરમાં ઝાડી-ઝાંખરામાં જુગારની રેડ કરતા દોડધામનાં જુગારના મુદ્દામાલ સાથે મળી આવેલ હોઇ તેમજ જુગાર રમનાર આરોપીઓ-(૧) સુનીલભાઈ લાલસીગભાઈ વસાવા (૨),સંજયભાઈ લાલસીંગભાઈ વસાવા (3) અક્ષયભાઈ દિનેશભાઈ વસાવા (૪) આઝાદભાઈ ગુરજીભાઈ વસાવા તમામ રહે. ગવલાવાડી તા- ડેડીયાપાડા જી-નર્મદાસામે કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી છે.
જ્યોતિ જગતાપ, રાજપીપલા