ચોમાસાની સીઝન શરુ થયા પહેલા જે કામગીરી હાથ ધરવાની હોય તે બે થી ત્રણ વરસાદ વરસી ગયા બાદ ભરૂચ નગરપાલિકા દ્વારા હાથ ધરવામાં આવી રહી છે. દર વર્ષે ચોમાસુ શરૂ થતા પહેલા ભરૂચ પંથકના અલગ અલગ વિસ્તારોમાં વીજ પુરવઠો બંધ રાખીને ચોમાસા અર્થેની કામગીરી હાથ ધરવામાં આવતી હોય છે.
આજરોજ ભરૂચ નગરપાલિકા વિસ્તારમાં વીજ પુરવાઠો બંધ રાખવામાં આવ્યો હતો જેથી ભરૂચ નગરપાલિકા ખાતે કામ અર્થે આવતા લોકોને ધક્કા ખાવાનો વારો આવ્યો હતો. જન્મ મરણ દાખલા લેવા આવતા લોકો અને હાઉસ ટેક્સ ભરવા આવતા લોકો અટવાઈ જતા ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો. ભરૂચ જિલ્લાના ગામડા વિસ્તારમાંથી આવતા લોકોને પણ ઘણી મુશ્કેલી થઇ હતી સાથે વીજ પુરવઠો ખોળવાય ત્યારે નગરપાલિકા વૈકલ્પિક વ્યસ્થા ઉભી કરે તેની લોકો માંગ કરી રહ્યા છે. નગરપાલિકા જેવી જગ્યા પર ઈન્વેટર કે જનરેટરની સુવિધાઓ હોવી ફરજીયાત બની છે જેથી જાહેર જનતાને ધક્કા ખાવાનો વારો ન આવે. આમ તંત્રની પુરેપુરી બેદરકારી અને ધીમી ગતિથિ થતી કામગીરી દેખાઈ રહી છે.