Proud of Gujarat
INDIAFeaturedGujarat

બ્રિટનના વૈજ્ઞાનિકોએ બનાવ્યું કોરોના એલાર્મ : ગણતરીની મીનિટોમાં સંક્રમિતોની ઓળખ કરી શકાશે.

Share

કોરોનાએ સમગ્ર વિશ્વના લોકોને ડરાવી દીધા છે. કોરોનાના લક્ષણો પણ એટલા સામાન્ય છે કે, કોઈ પણ વ્યક્તિ છીંક ખાય કે ખાંસી ખાય તો પણ લોકો હવે બે ફૂટ દૂર જતા રહે છે. આ સંજોગોમાં વ્યક્તિ કોરોના સંક્રમિત છે કે તેને સામાન્ય શરદી-ખાંસી છે તે પણ પારખવું મુશ્કેલ છે. સામાન્ય રીતે અત્યાર સુધીમાં વ્યક્તિને કોરોના છે કે નહીં તે માટે તાત્કાલિક પરિણામ મળી શકે તે માટે રેપિડ ટેસ્ટ કરવામાં આવતો હોય છે. તે ઉપરાંત RTPCR દ્વારા પણ વ્યક્તિ કોરોના સંક્રમિત છે કે નહીં તેની તપાસ કરવામાં આવે છે. જોકે RTPCR નું પરિણામ 24 કલાક પછી મળતું હોય છે અને રેપિડ ટેસ્ટ 100 ટકા વિશ્વસનીય માનવામાં આવતો નથી. તો આ દરમિયાન બ્રિટનના વૈજ્ઞાનિકોએ એક એવી એલાર્મ સિસ્ટમ બનાવી છે જેનાથી કોરોના સંક્રમિત વ્યક્તિને સરળતાથી ઓળખી શકાય છે. કોરોના સંક્રમિતની ઓળખ કરનાર આ ટેક્નોલોજીનો આગામી ટૂંક સમયમાં વિમાનની કેબિનમાં, ક્લાસરૂમમાં, કેર સેન્ટર્સ, ઘર અને ઓફિસોની સ્ક્રીનિંગમાં મદદરૂપ થાય તેવી શક્યતા છે. આ મશીન આકારમાં સ્મોક એલાર્મથી થોડું મોટું હશે.

લંડન સ્કૂલ ઓફ હાઈજીન એન્ડ ટ્રોપિકલ મેડિસિન અને ડરહમ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકો દ્વારા આ વિશે કરવામાં આવેલા રિસર્ચના પ્રાથમિક પરિણામો આશાજનક રહ્યા છે. બ્રિટિશ વૈજ્ઞાનિકોએ દાવો કર્યો છે કે, તેમણે એક એવુ સીલિંગ માઉન્ટેડ કોવિડ એલાર્મ બનાવ્યું છે. જેમાં રૂમમાં કોઈ કોરોના સંક્રમિત વ્યક્તિ હશે તો તે વિશે 15 મિનિટમાં જ ખબર પડી જશે.

Advertisement

Share

Related posts

ધ્રાંગધ્રા રથયાત્રાની સાદગી પૂર્વક ઉજવણી કરવામાં આવી.

ProudOfGujarat

નિટ એસ.એસ માં માં વડોદરાનો પાર્થ સમગ્ર દેશમાં પ્રથમ

ProudOfGujarat

ભરૂચના નવનિર્મિત માતરીયા તળાવનું ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીના વરદહસ્તે લોકાર્પણ કરાયું

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!