ભરૂચ જિલ્લામાં ઉભરાતી ગટરોને લગતી સમસ્યાઓ અવારનવાર સામે આવતી હોય છે. પરંતુ તંત્ર જાણે ઉભરાતી ગટર અંગે કોઈ નિકાલ કરવામાં આવતો નથી ભરૂચ વિસ્તારના નારાયણ નગર 5 માં આજરોજ ઉભરાતી ગટરોનો કોઈ નિકાલ ન થવા અર્થે લોકો રોષે ભરાયા હતા. રહેવાસીઓ દ્વારા દર વર્ષે દરેક વેરા ભરવામાં આવે છે તે છતાં પૂરતી સુવિધાઓ આપવામાં આવતી નથી.
તંત્રને અવારનવાર ટકોર કરવા છતાં તંત્ર પોતાની ઊંઘ ઉડાવી રહ્યું નથી. ગટરોનુ પાણી રસ્તા પર ફેલાતા અવરજ્વર કરતા લોકોને ઘણી તકલીફ થતી હોય છે સાથે પાણી ભરાઈ રહેતા ગંદીકીનુ સામ્રાજ્ય થતું દેખાય રહ્યું છે સાથે સ્ટ્રીટ લાઈટો પણ બંધ અવસ્થામાં છે ત્યારે સોસાયટી દ્વારા ત્રણ વાર અરજી કરવા છતાય નગરપાલિકા દ્વારા કોઈ કામગીરી કરવામાં આવતી નથી અને ભરૂચ જિલ્લામાં મચ્છરનો ઉપદ્રવ ઘણો હોવાથી આવા ગંદકીવાળા વિસ્તારમાં મચ્છરોનો ત્રાસ પણ ઘણો વધી રહ્યો છે. જેથી આજરોજ સોસાયટીની મહિલાઓ રોષે ભરાઈને નગરપાલિકાને ભારે ચીમકી આપી હતી.
ભરૂચ : તંત્રની બેદરકારી : નારાયણ નગર 5 માં ઉભરાયેલ ગટરોનો યોગ્ય નિકાલ ન થતા ગંદકીનું સામ્રાજ્ય : લોકો રોષે ભરાયા.
Advertisement