કોરોના મહામારીની બીજી લહેરે ઘણા લોકોના જીવ લઇ લીધા કેટલાક ને પરીવાર વિહોણા તોહ કેટલાકે પોતાના પરીજનો ગુમાવ્યા હતા. હાલ કોરોનાના કેસમાં એકાએક ઘટાડો થતો દેખાઈ રહ્યો છે ત્યારે લોકો જાણે કોરોના મહામારી શું હતી તે જ ભૂલી ગયા છે. સરકાર દ્વારા અનલોક તો કરવામાં આવ્યું છે પરંતુ જાહેર જગ્યા પર માસ્ક પહેરવું અને સોશિયલ ડિસ્ટન્સ જાળવવું ફરજીયાત રાખ્યું છે
ભરૂચ જિલ્લામાં જાહેર જગ્યા જેમ કે બસ ડેપો રેલવે સ્ટેશન જેવી જગ્યાઓ પર માસ્ક પહેરવું ફરજીયાત બન્યું છે પરંતુ જી. એન. એફ. સી ડેપો પર આજરોજ જાણે કોરોના જેવું કઈ રહ્યું જ નથી તે રીતે માસ્ક પહેર્યા વગર ટોળાં બનાવીને બેદરકારી રીતે આમતેમ ફરી રહ્યા હતા. જાહેર જગ્યા હોવા છતાં ડેપો કર્મચારીઓ દ્વારા પણ લોકોને ટકોર કરવામાં આવી રહી નથી જેથી લોકો માસ્ક પહેર્યા વગર ખુલ્લેઆમ ફરી રહ્યા છે જો આમ જ તંત્ર દ્વારા કાયદાકીય પગલાં લેવામાં આવશે તો એ દિવસ દૂર મથી કે કોરોનાની ત્રીજી લહેરને નીમત્રણ મળે. જેથી એસ.ટી કર્મચારીઓએ આ અંગે કાળજી લેવી જોઈએ.
રિધ્ધી પંચાલ, ભરૂચ