પ્રાપ્ત માહિત મુજબ નેત્રંગ પથંકમાં મેઘરાજાના આગમનની ધડીયો ગણાય રહી છે.તેવા સંજોગોમાં ગ્રામ્ય વિસ્તારના ધરતીપુત્રો બિયારણ ખરીદી માટે અને અન્ય ગરીબ લોકો પોતાના કાચામકાનોને રક્ષણ મળી રહે તે માટે તાડપત્રી ખરીદી કરવા મોટી સંખ્યામાં ઉમટી રહયા છે.તો બીજી તરફ કુદરત પર વિશ્વાસ અને શ્રધ્ધા રાખી ધરતીપુત્રો પોત પોતાના ખેતરોમાં બિયારણ વાવણી નું કામ પુરજોશમાં કરી રહયા છે.
નેત્રંગ તાલુકાની મોટાભાગની જમીન પથ્થરાળ છે.પિયત ખેતીનું પ્રમાણ ઘણુ ઓછું છે.વરસાદી ખેતી મોટે ભાગે થાય છે, જેને લઇને ગ્રામ્ય વિસ્તારોમાં રહેતા ગરીબ આદિવાસી ખેડુતો પાસે જમીન ઓછી હોવાના કારણે પોતાના ખેતરોમાં મિશ્ર પાક લેતા હોય છે. એક જ ખેતર મા ડાંગર, કપાસ, તુવેર, વિગેરે પાક લેતા હોય છે. જેને લઇને ૧૨ માસ નું ખાવા જેટલું અનાજ પકવી શકે છે. ત્યારે ચાલુ ઉનાળાની સિઝન પુણઁ થવા આવી છે. અને ચોમાસા ની સિઝન શરૂ થવાના ગણતરી ના દિવસો રહયા છે. ત્યારે મેઘરાજ વાજતેગાજતે પંથક મા આગમન કરશે તેના કુદરતી સંકેતો મળી રહ્યા છે. જેને લઇને ખેડૂત મિત્રો નેત્રંગ ના બજારો મા બિયારણ ખરીદવા મોટી સંખ્યામાં રોજે રોજ ઉમટી રહયા છે. બીજી તરફ ગરીબ આદિવાસી લોકો પોતાના કાચા લીંપણ વાળા ધરો તેમજ અન્ય સરસામાન વરસાદ થી બચાવવા તાડપત્રી ખરીદી કરવા માટે પણ ઉમટી રહયા છે. પંથક ની સીમોમા ખેતર ખેતર બિયારણ રોપણી નું કામ બળદો ના સહારે ચાલી રહ્યુ છે.