છેલ્લા બે મહિનામાં ભરૂચ નગર અને આસપાસના વિસ્તારોમાં ૮ કરતા વધુ ચોરીના બનાવો બન્યા છે આ તમામ બનાવો માં તસ્કરોએ બંધ મકાનને નિશાન બનાવ્યા છે. મકાન બંધ છે તેની ખબર તસ્કરોને કેમ અને કેવી રીતે તેમજ ક્યારે પડતી હશે તે બાબતો નું વિશ્લેષણ લોકમુખે ચર્ચાઈ રહ્યું છે. જેમ કે તસ્કરો અને તેમના સાગરીતો દિવસ દરમ્યાન વિવિધ વિસ્તારોમાં ફરીને બંધ મકાનોની સંપૂર્ણ વિગતો ભેગી કરી લેતા હોય છે. આમ કરીને તેઓ બંધ મકાન કેટલા દિવસ બંધ રહેશે તેનો આછો પાતળો તાગ પણ બાંધી લેતા હોય છે. ત્યાર બાદ બંધ મકાનને નિશાન બનાવા તસ્કરો ગણતરી પૂર્વક આયોજનો કરી ચોરી કરતા હોય છે. ચોરી અંગે તસ્કરો પાસે આયોજન છે જ્યારે ચોરીના બનાવોને નિયંત્રણમાં લાવવા માટે પોલીસ તંત્ર પાસે કોઈ આયોજન નથી તે એક વિચિત્ર બાબત કહી શકાય.
Advertisement