Proud of Gujarat
FeaturedGujarat

નેત્રંગના ખરેઠા ગામે આગ લાગતા ઘર બળીને ખાખ…

Share

નેત્રંગ તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં આવેલા ખરેઠા ગામના છગનભાઇ તુલીયાભાઇ વસાવા ખેતીકામ કરી ઘરગુજરાન ચલાવે છે.પોતાના ઘરના છાપરા ઉપર ઢોર-ઢાકર માટે ઘાસચારો ભયૉ હતો.કોઈ અગમ્યા કારણોસર સંધ્ધાકાળના સમયે ઘરમાં એકાએક આગ લાગી હતી.જેમાં કપડા,અનાજ-કરીયાણું,ઘરવકરીનો સામન અને જીવનજરૂરીયાતની ચીજવસ્તનો સામાન બળીને ખાખ થઇ જવા પામ્યુ હતું,ઘરમાં આગ લાગ્યાની ઘટનાની જાણ આજુબાજુના રહીશોને થતાં તાત્કાલીક ઘટનાસ્થળ ઉપર દોડી આવ્યા હતા.પાણીનો છંટકાવ અને ભારે જહેમત ઉઠાવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો.સદનસીબે પરીવારના સભ્યોને કોઇ જાનહાની કે ગંભીર ઇજાઓ પહોંચી નહતી.પોતાની નજર સામે જ ઘર આગની ઝપેટમાં બળીને ખાખ થઇ જતા પરીવારના સભ્યો ચિંતાતુર બની ગયા હતા.આ બાબતે ખરેઠા ગ્રા.પંચાયતના સરપંચ અને તલાટીએ પંચકેસ કરીને આગળની કાયઁવાહી હાથધરી હતી.

Advertisement

Share

Related posts

પંચમહાલની જીવાદોરી સમાન પાનમડેમના ત્રણ દરવાજા ખોલવામા આવતા પાનમ બે કાંઠે

ProudOfGujarat

ઝઘડીયાના ઉમલ્લા રાજપારડી વિસ્તારોમાંથી ૫ લાખ ઉપરાંતની વિજ ચોરી ઝડપાઇ.

ProudOfGujarat

ઝધડિયા જીઆઈડીસીની એક કંપનીમાંથી મોટર, વાલ્વ તથા આઇબીમ ચેનલની ચોરી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!