Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ:દેરોલ નજીક હત્યાના મામલે પોલીસે એક આરોપીની કરી ધરપકડ, આડા સબંધ માં હત્યા થઇ હોવાનું આવ્યું સામે

Share

ગત તારીખ 10.06.21ના રોજ સાંજે 6 વાગ્યે દેરોલ ગામની સીમમાં સિકોતર માતાના મંદિરની બાજુની બાવળમી ઝાડીમાં કોઈ અજાણ્યા ઇસ્મે કોઈ આગમય કારણોસર કોઈ તિક્ષણ હથિયાર વડે ઉપરાંછાપરી ઘા મારીને ઈસમને મોતને ઘાટ ઉતાર્યો હતો. જે બનાવની એકદમ ચકચારી મચી જવા પામી હતી. જે ઘટના અંતર્ગત ભરૂચ જિલ્લા એલ. સી. બી. અને ભરૂચ સ્થાનિક પોલીસની ટીમ સાથે તાત્કાલિક બનાવ બનેલ જગ્યાએ પહોંચીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
મળતી માહીતી અનુસાર હ્યુમન એન્ડ ટેક્નિકલ ઇન્ટેલીજન્સ મારફતે તપાસ કરતા જાણવા મળેલ કે આરોપી શશીકાંત નગીનભાઈ વસાવા રહે, ભરૂચ સોનતલાવડી, મામલતદાર કચેરી પાસેના ઓ દમણ તથા વલસાદ હોવાની બાતમી મળેલ હતી જેથી તાત્કાલિક પોલીસ ટીમ વલસાડ જવા રવાના થઈ હતી અને વલસાડ પોલીસની મદદથી આરોપી શશીકાંત નગીનભાઈ વસાવાની ધરપકડ કરવામાં આવી હતી. અને પૂછપરછ કરતા મરનાર સતિષભાઇ વાળંદ અને આરપીનો પત્ની યોગિતાબેન ના પ્રેમસંબંધ હોવાને કારણે આરોપીએ આક્રોશમાં આવીને સતીશભાઈ વાળંદને મોતને ઘાટ ઉતાર્યો હતો જેની કબૂલાત આરોપી દ્વારા કરવામાં આવી હતી.

Advertisement

Share

Related posts

પંચમહાલ જિલ્લા સહિત ગોધરામાં દશામાંની મૂર્તિ વિસર્જન બાબતે ભકતજનો મૂંઝવણમાં મુકાયા.

ProudOfGujarat

ભરૂચ જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ પદમાબેનના કાર્યાલયનું ઉદઘાટન …!

ProudOfGujarat

ગોધરા : દાઉદી વ્હોરા સમાજ દ્વારા હનીફ કલંદરની ટીમનુ કોરોના વોરિયર્સ તરીકે સન્માન.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!