ભરૂચમાં કોરોનાનો કહેર ઓછો થતાં મોટાભાગના જાહેર સ્થળો શુક્રવારથી શરૂ થયાં છે. શુક્રવારે ભરુચ પંથક્ના તમામ મંદિરો તો ખૂલ્યાં પણ દર્શનાર્થીઓની પાંખી સંખ્યા જોવા મળી હતી. ભરૂચ શહેરમાં આવેલા ક્સક સર્કલ પાસે આવેલ નાગેશ્વર મહાદેવના મંદીરના દ્વાર આજરોજ ખુલ્યા હતા.
મંદિર સંચાલકોએ સરકારની ગાઇડ લાઇન પ્રમાણે આયોજન કરી દર્શનમાં સોશિયલ ડિસ્ટન્સ જળવાય તે માટે વ્યસ્થા કરી છે.સવારે 6 વાગ્યેથી મંગળા આરતી બાદ ભાવિક ભકતો માટે મંદિર ખુલતાં ભક્તો દર્શન અર્થે આવ્યા હતા. છેલ્લા કેટલાંય સમયથી બંધ મંદિરે હવે લોકો પોતાની બાધા આખડી પૂરી કરવા માનતા લઈને આવશે. પરંતુ મંદિર સંચાલકોએ ભક્તો સોશિયલ ડિસ્ટન્સ જાળવે તે માટે પુરતી વ્યવસ્થા કરી રાખી છે.
ભરુચ જિલ્લાના તમામ મંદિરો દ્વારા માસ્ક ન પહેરનારા અને સોશિયલ ડિસ્ટંસ ન જાળવનારા વિરુધ્ધ સરકાર દ્વારા નક્કી કરાયેલ દંડ વસુલાત કરવામા આવશે.જેમા મંદિર સંસ્થા જવાબદાર રહેશે નહી.
ભરુચ થયુ અનલોક : ઘણા સમયબાદ ખુલ્લા મુકાયા મંદિરોના દ્વાર..
Advertisement