બાલવાડીમાં લાભર્થીઓને અપાતો જથ્થો સગેવગે કરવાના કૌભાંડના મામલા માં પોલીસે પાંચ આરોપીઓ ની અટકાયત કરી આગળ ની તપાસ હાથ ધરી છે….
ભરૂચ ના દયાદરા ગામની સીમમાં મોહન તલાવડી પાસે બાલવાડીના બાળકો ના સંગ્રહ કરાયો હતો ટેક હોમ રાશનના પેકેટ સંગ્રહ રાખી વેંચાણ કરાતું હોવાનું સામે આવ્યા બાદ પોલીસે રૂ.64 હજાર થી વધુ નો જથ્થો જપ્ત કરી ભરૂચ તાલુકા પોલીસે કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી ધરપકડ ના ચક્રો ગતિમાન કર્યા હતા .આ સમગ્ર મામલે આગળ તપાસ વધારતા ભરૂચ તાલુકા પોલીસે ગામ ની સીમ માં પડાવ નાખી મોહન તલાવડી પાસે રહેતા પાંચ આરોપી સતાભાઈ બેચરભાઈ ભરવાડ,રામજીભાઈ બીજલ ભરવાડ,ભુપત ભરવાડ,લાખા રઘુભાઈ ભરવાડ ની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.
પોલીસ ની તપાસ માં આ જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો તેમજ તે કોણે આપવામાં આવતો હતો ,કેટલા સમય થી આ રીતે આ કાળો કારોબાર ચાલતો હતો તેમાં અન્ય કોણી સંડોવણી હતી તે બહાર આવશે ત્યારે હજુ વધુ ચોંકાવનાર ખુલાસા થયા તેમ લાગી રહ્યું છે.
બાલવાડીના બાળકોનો કોળિયો છીનવી તેને બારોબાર સગેવગે કરવાના કૌભાંડમાં પાંચ આરોપીઓની અટકાયત….
Advertisement