Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ જિલ્લાના વાગરા પાસે એક જ દિવસે બે હત્યાની ઘટનાઓથી ચકચાર,લોહી થી લથપત લાશોએ ઉપસ્થિત લોકોને કંપાવી મુક્યા, પોલીસ થઇ દોડતી..!

Share

કોરોના મહામારીના અનલોક બાદ ભરૂચ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાના જાણે કે ધજાગરા ઉડી રહ્યા હોય તેમ એક બાદ એક હત્યા સહિતની ઘટનાઓએ પોલીસ વિભાગને દોડતું કરી મુક્યું છે, જિલ્લા જાણે કે પોલીસનો ખોફ જ ન રહ્યો હોય તેમ ગુનેગારો ગુનાની ઘટનાઓને અંજામ આપતા અચકાતા ન હોય તેમ ચકચારી ઘટનાઓ દીવસે ને દિવસે સામે આવી રહી છે.

ભરૂચ જિલ્લા પોલીસ વિભાગએ ઘટનાનું પગેરું શોધે ત્યાં તો બીજી ઘટના સામે આવી રહી હોય તે પ્રકારની સ્થિતિનું સર્જન છેલ્લા કેટલાય દીવસોથી સામે આવી રહ્યા છે, જ્યાં હત્યા જેવા બનાવોનો ગ્રાફ છેલ્લા એક માસમાં વધી ગયું હોય તેમ લાગી રહ્યું છે,

ગત સાંજના સમયે ભરૂચના દેરોલથી વિલાયત જતા માર્ગ ઉપર એક યુવકની લોહીથી લથપત ઇજાગ્રસ્ત હાલતમાં લાશ મળી આવતા ભારે ખળભળાટ મચ્યો હતો, જેમાં યુવક ના ખિસ્સા માંથી મળેલ આધાર કાર્ડ પર તેનું નામ સતીષ કુમાર નરેન્દ્ર ભાઈ વાળંદ ઉ.વ ૨૭ જે સ્થાનિક ખાનગી કંપનીમાં નોકરી કરતો હોય તેમ માલુમ પડ્યું હતું,તેમજ નજીક માં જ એક બાઇક નંબર જીજે ૧૬ બીઇ ૧૩૩૯ પણ મળી આવી હતી,ઘટના અંગેની જાણ ભરૂચ તાલુકા પોલીસ બે થતા પોલીસે સ્થળ પર પહોંચી લાશ નો કબ્જો લઇ તેને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી હતી,

મૃતક સતીષકુમાર વાળંદની લાશ ઇજાગ્રસ્ત હાલતમાં હોય હાલ પ્રાથમિક તબબકે ભરૂચ તાલુકા પોલીસે હત્યાની આશંકાએ ગુનો દાખલ કરી મામલા અંગેની વધુ તપાસ હાથધરી છે,જોકે ઘટનાના પગલે એક સમયે સ્થળ ઉપર મોટી સંખ્યાના લોકટોળા પણ જોવા મળ્યા હતા, ભરૂચ રૂરલ પોલીસ હજુ તો મૃતક સતીષ ની લાશને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી ઘટનાનું પગેરું શોધે ત્યાં તો અન્ય એક ઘટના નજીકમાં જ વાગરાના ભેરસમ નજીક વધુ એક ઘટના સામે આવી હતી, જ્યાં સાયખા જીઆઇડીસી વિસ્તારમાં રાત્રીના અંધારામાં ખાનગી કંપનીમાં કામ કરતા એક મોટરસાયકલ ઈસમ પર ત્રણ રાઉન્ડ ફાયરીંગ કરી તેની હત્યા કરવામાં આવતા ભારે ચકચાર મચ્યો હતો,તો ઘટનાની જાણ થતાં ભરૂચ જિલ્લા પોલીસ વડા પણ ઘટના સ્થળે દોડી ગયા હતા.

Advertisement

મોટરસાયકલ યુવક પર ફાયરીંગ મામલે પોલીસે સ્થળ પર પહોંચી તપાસ કરતા મૃતક નજીક ના જ વિલાયત ગામનો અને તેનું નામ અશ્વિન પટેલ હોવાનું બહાર આવ્યું હતું, જેના પર કોઈક ઈસમોએ અંગત અદાવતમાં ફાયરીંગ કરી મોતને ઘાટ ઉતાર્યો હોય તેમ પ્રાથમિક દ્રષ્ટિએ સામે આવી રહ્યું છે, હાલ તો બંને મૃતકોનો પોલીસે કબ્જો મેળવી ઘટનાને અંજામ આપનાર હત્યારાઓ સુધી પહોંચવાની કડી પોલીસ વિભાગ મેળવી રહ્યું છે, પરંતુ એક સાથે ગણતરીના કલાકોમાં હત્યા ના બે બનાવોએ પંથકમાં ભારે ખળભળાટ મચાવ્યો છે,અને ઘટના બાદ હત્યાના કારણો અંગે લોકોમાં મામલો ટોક ઓફ ધી ટાઉન બન્યો છે.


Share

Related posts

આજે દેશમાં 15 માં રાષ્ટ્રપતિ માટે ચૂંટણી, જાણો શું હોય છે ચૂંટણીની સમગ્ર પ્રક્રિયા.

ProudOfGujarat

ઝઘડિયા : ઉમલ્લા પોલીસ મથકનો TRB પોલીસ જવાન લાંચ લેતા રંગેહાથ ઝડપાયો.

ProudOfGujarat

ગોધરાના જાણીતા ગણેશપંડાલ “ગૌ-ધરા કે મહારાજા”ની આરતી ઉતારતા ડો.ૠત્વિજ પટેલ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!