છેલ્લા બે દિવસથી ભરૂચ જિલ્લામાં ધુમ્મસનું વાતાવરણ જણાઈ રહ્યું છે. ગત રોજ ધુમ્મસ છવાયા બાદ આશરે સવારે ૧૦ વાગે ધુમ્મસનું પ્રમાણ ઓછું થયું હતું આજે પણ વહેલી સવારે ધુમ્મસનું વાતાવરણ સર્જાયું હતું. જો કે આજનું ધુમ્મસ ગઈ કાલ જેટલું ગાઢ ન હતું અને આશરે નવ વાગ્યાના સમયે ધુમ્મસ અદ્રશ્ય થઇ ગયું હતું. સતત બે દિવસ ધુમ્મસનું વાતાવરણ રહેતા એવી આગાહી કરાઈ રહી છે કે હજી આવનાર દિવસોમાં ઠંડીનો ચમકારો રહે તેવી સંભાવના જણાઈ રહી છે.
Advertisement