Proud of Gujarat
FeaturedGujaratINDIA

રક્ષકો જ ભક્ષક : ભરૂચ જિલ્લામાં લેન્ડ ગ્રેબીંગ એકટનો ભુમાફિયા દ્વારા દુરપયોગ, ભરૂચ જિલ્લાના ખેડૂતોનો કલેકટર ઓફિસ પર હલ્લાબોલ.

Share

ભરૂચ જિલ્લામાં ખેડૂતો કે જેઓની એક માત્ર આવક હોય છે તેવા લોકો સાથે ગેરરીતિ કરીને વ્યાજખાઉઓ દ્વારા જમીનો પચાવી પાડીને ખેડૂતોને જમીન વિહોણા કરી નાંખતા ખેડૂતો રોષે ભરાઈને આજરોજ કલેકટરને આવેદન આપવામાં માટે આવ્યા હતા.

મળતી માહીતી મુજબ ભરૂચ જિલ્લામાં તથા સુરત, તાપી, ડાંગ વગેરે જિલ્લાઓમાં વ્યાજખોરો દ્વારા તેમના ગેરકાયદેસરના લાઇસન્સ લીધા વિના નાણાં ધીરનારના ષડયંત્રના ભાગરૂપે આર્થિક મજબૂરીમાં સપડાયેલા ખેડૂતોની નાણાં ધીરનારના ભાગરૂપે દસ્તાવેજો લખાવીને તેમજ આર્થિક રીતે મજબુર ખેડૂતો પાસેથી લીધેલા કોરા ચેકોની દુરપયોગ કરીને તેને આધારે ખેડૂતો વિરૂધ્ધ ખોટી ફરિયાદ કરી ખેડૂતોમે બ્લેકમેલ કરીને તેમની આજીવિકાનું એકમાત્ર સાધન ખેતીની જમીનો વ્યાજખાઉ નરેશ રામજી માણીયા, અશોક રામજી માણીયા, પોપટ રણછોડ ભાદાણી તથા અરવિંદ ભગવાન લાઠીયા દ્વારા ગેરકાયદેસર રીતે પડાવી લેવાની કાર્યવાહી કરી રહ્યા છે.

વાલિયા અને હાંસોટ તાલુકાના લાચાર ખેડૂતો દ્વારા નરેશ રામજી માણીયા, અશોક રામજી માણીયા, પોપટ રણછોડ ભાદાણી તથા અરવિંદ ભગવાન લાઠીયા વિરૂધ્ધ અલગ અલગ લેન્ડ ગ્રેબીંગ એક્ટ હેઠળની અરજીઓ કરવામાં આવી છે પરંતુ કલેકટર ભરૂચ દ્વારા લેન્ડ લેબરો સાથે છ-સાત વાર અરજીઓ કરવા છતાય અરજીઓ ફંગોળીને કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી અને સામે નરેશ રામજી માણીયા, અશોક રામજી માણીયા, પોપટ રણછોડ ભાદાણી તથા અરવિંદ ભગવાન લાઠીયા દ્વારા કરવામાં આવતી ખેડૂતો વિરૂધ્ધ ફરિયાદોંને ગેરકાયદેસરની સત્યથી વેગડી અરજીઓ કોઇ જાતના આધાર પુરાવા કે તપાસ કર્યા વિના મંજુર કરવામાં આવી રહી હતી.

Advertisement

નરેશ રામજી માણીયા, અશોક રામજી માણીયા, પોપટ રણછોડ ભાદાણી તથા અરવિંદ ભગવાન લાઠીયા અગાઉ પણ બોગસ ચાલની નોટો છાપવાના ગુનામાં જેલમાં જઈને આવેલ છે પરંતુ આવા વ્યાજખાઉઓને કલેકટર દ્વારા છાવરવામાં આવી રહ્યા છે. ખેડૂતો દ્વારા મુખ્યમંત્રી અમે ગૃહમંત્રીને પણ લેખિતમાં રજુઆત કરવામાં આવી હતી. પરંતુ જો આ અરજી બાદ કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવે તો ખેડૂતો દ્વારા મુખ્યમંત્રીની રૂબરૂ મુલાકાત લેવામાં આવશે જો છતાંય કોઈ નિવારણ નહીં આવે તો ખેડૂતો કલેકટર કચેરી સામે અનશન પર ઉતરશે તેવી ચીમકી આપી હતી.

રિધ્ધી પંચાલ, ભરૂચ


Share

Related posts

શહેરા: શિવસેનાએ પાનમ પાટીયા ટોલનાકા ખાતે વૃક્ષારોપણ કરી વિશ્વ પર્યાવરણ દિવસની કરી ઉજવણી

ProudOfGujarat

હાંસોટ પોલીસ સ્ટેશનની હદમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો.

ProudOfGujarat

સ્ટેચ્યુ ઓફ યુનિટીને લઈને કેવડીયામાં નવું ટ્રાફિક પોલીસ મથક ઉભું કરવા રાજ્ય સરકારની મંજૂરી,કુલ 85 પોલીસ કર્મીઓનું મહેકમ મંજુર કરાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!