નૈઋત્યના ચોમાસાની ગુજરાતમાં પધરામણી થઈ ગઈ છે સાથે આજરોજ સવારના 10 વાગ્યાથી ભરૂચ પંથકમાં વાદળછાયું વાતાવરણ સાથે વરસાદના ઝાપતા જોવા મળ્યા હતા.
ભરૂચ જિલ્લામાં આજરોજ વહેલી સવારથી જ મેઘરાજાએ પધરામણી કરી હતી. સવારથી જ સમગ્ર ભરૂચમાં વાદળછાયું વાતાવરણ સાથે વરસાદના ઝાપતા જોવા મળ્યા હતા. ભરૂચવાસીઓમાં હાશકારો જોવા મળ્યો હતો છેલ્લા ચાર મહિનાથી કોરોના સહિત કાળઝાળ ગરમી વચ્ચે લોકડાઉનમાં કંટાળેલા લોકો માટે આજથી જ સંપૂર્ણ લોકડાઉન ખુલવામાં આવ્યું હતું અને લોકો કામે ફરી બહાર નીકળ્યા હતા. છેલ્લા કેટલાય સમયથી અકળાયેલા ભરૂચવાસીઓ આજે વાતાવરણના પલટાને કારણે ખુશ દેખાઈ રહ્યા હતા સહિત ખેડૂતો માટે પણ ચોમાસુલક્ષી પાકોમાં વરસાદી આગમનને કારણે ખુશીનો માહોલ સર્જાયો હતો.
ગુજરાતમાં અગાઉ 15 જૂન બાદ ચોમાસાની આગમનની આગાહી કરવામાં આવતી. 30 જૂન સુધી રાજ્યભરમાં ચોમાસુ સક્રિય થઈ જશે. હવામાન વિભાગે આજે 13 અને 14 જૂનના દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરી છે. જેમાં ખાસ કરીને ભરૂચ, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં ભારે વરસાદ પડી શકે છે.