કોરોના મહામારી દરમિયાન ભરૂચ તાલુકા પંચાયતમાં આઈ.સી.ડી.એસ. કચેરીઓમાંથી નાના બાળકોને આપવામાં આવતું રાશન જેમના પોષણ માટે બાલવાડીના પેકેટો આપવામાં આવતા હતા. જેને દયાદરા ગામની આંગણવાડીઓના કર્મચારીઓએ બાળકો સુધી ફૂડ પેકેટ ન પહોંચાડી તેણે વાહન મારફતે આ જથ્થો 6 ઇસમોને આપી તેઓ આ બાલવાડીઓના લાભાર્થીઓને આપવામાં આવતા પેકેટો હોવાનું જણાવી તેણે પોતાના જ ફાયદા માટે વેચાણ કરવાનો વેપલો ચલાવતા હતા જેનું કૌભાંડ આજરોજ સામે આવ્યું હતું.
મળતી માહીતી અનુસાર ભરૂચ તાલુકા પંચાયત આઈ.સી.ડી.એસ. કચેરીમાં છેલ્લા 2 વર્ષથી બાળ વિકાસ અધિકારી તરીકે ફરજ બજાવતા મહિલા રીટાબેન છત્રસિંહ ગઢવીએ રહે. વાગરા, ભરૂચ જેઓએ થતા બાલવાડીમાં બાળકોના ફૂડ પેકેટના કાળા બજારનું કૌભાંડ પોલીસ સમક્ષ રજૂ કર્યું હતું. રીટાબેને જણાવેલ માહીતી મુજબ તેઓ પોતાના કામ માટે ઓફિસમાં હાજર હતા અને તેમને હકીકત મળેલ હતી કે કેટલાક સમયથી બાલવાડીમાં બાળકોને આપવામાં આવતા ટેક હોમ રાશનના પેકેટોનો જથ્થો દયાદરા ગામની સીમમાં આદિવાસી મોહન તલાવડી પસે તેમની નજરે પડેલ હતા અને તે બાબતે તેમને શંકા જતા તા. 09/06/21 ના રોજ તેઓ તેમના સ્ટાફ મિત્ર ભાડભૂત સુપર વાઇઝર સાથે દયાદરા દેરોલના સુપરવાઇઝર સહિત સીમવાળી જગ્યા પર પહોંચતા એક બહેન મળી આવતા તેઓ પોતાનું નંબર દેવુબેન સ્તાભાઈ બેચરભાઈ ભરવાડ રહે. બોટાદ જણાવતા ત્યાં નજીકમાં જ છાપરાઓમાં બાલવાડીના લાભાર્થીઓને આપવામાં આવતા ટેક હોમ રાશનના પેકેટોનો જથ્થો જેમાં પૂર્ણ શક્તિના 61 નંગ કિંમત રૂ.3240/-, માતૃ શક્તિ નંગ 05 કિંમત રૂ.270/-, બાલ શક્તિના છુટા પેકેટ નંગ 159, કિંમત રૂ.3840/-, બાલ શક્તિની બેગ નંગ.56 (એક બેગમાં 20 પેકેટ) તેવા નંગ 1120/- કિંમત રૂ.26,880/- પૂર્ણા શક્તિની બેગ નંગ 33 (એક બેગ લેખે 10 પેકેટ )જેમાં પાઉચ નંગ 330 કિંમત 17,820/-, માતૃ શાક્તિ બેગ 23, (એક બેગ લેખે 10 પેકેટ) જેમાં પાઉચ નંગ 230 કિંમત રૂ.12,420/- ગેરકાયદેસર જોવા મળ્યો હતો.
જેની રિટાબેને તાલુકા પોલીસને ફરિયાદ નોંધાવી હતી અને તાલુકા પોલીસે વેપલો ચલાવતા 6 ઈસમોની ધરપકડ કરી હતી. જેમાં આરોપીઓ (1) સતાભાઈ બેચરભાઈ ભરવાડ (2) રામજીભાઈ બીજલભાઈ ભરવાડ (3) ભુપતભાઈ શાંગભાઈ ભરવાડ (4) લાખાભાઇ રઘુભાઇ ભરવાડ (5) અમરાભાઈ અને (6) અજાણ્યો વ્યક્તિનાઓની તાલુકા પોલીસ દ્વારા ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
રિધ્ધી પંચાલ, ભરૂચ