આજ રોજ બિરસા મુંડાની ૧૨૧ મી પુણ્યતિથી નિમિત્તે ઝઘડીયા તાલુકા ભાજપા દ્વારા બિરસા મુંડાની તસ્વીરને પુષ્પ અર્પણ કરીને શ્રધ્ધાંજલી આપવામાં આવી હતી. દેશની સ્વતંત્રતા માટે પોતાના પ્રાણની આહૂતિ આપનાર આ આદિવાસી લોકનાયકની પુણ્યતિથિ નિમિત્તે ભાજપા સંગઠન ઝઘડિયા તાલુકા દ્વારા એમની છબીને પુષ્પ અર્પણ કરીને શ્રદ્ધાંજલિ નમન અર્પણ કરવામાં આવી હતી.આ પ્રસંગે ભારતીય જનતા પાર્ટીના જિલ્લા મંત્રી વંદનાબેન, જિલ્લા ઉપપ્રમુખ ધર્મેન્દ્રસિંહ, તાલુકા પંચાયતના ઉપપ્રમુખ પ્રકાશભાઈ દેસાઈ, મહામંત્રી કેતવભાઈ દેસાઈ સહિત તાલુકા પંચાયતના સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા.બિરસા મુંડાની પુણ્યતિથી નિમિત્તે આઝાદીની લડતમાં તેમણે આપેલ બલિદાનને યાદ કરવામાં આવ્યુ હતું.
ગુલામહુશેન ખત્રી રાજપારડી
Advertisement