યાત્રાધામ પાવાગઢ મહાકાળી માતાનું મંદિર આગામી 24 મે સુધી ભક્તો માટે બંધ રહેશે. રાજ્યમાં હજુ કોરોના સંક્રમણ બેકાબૂ છે જેને લઈને મહાકાળી મંદિર ટ્રસ્ટે નિર્ણય લીધો છે. કોરોના ગાઈડલાઈન સાથે ભક્તો કરી શકશે માતાજીના પ્રત્યક્ષ દર્શન કોરોના મહામારીને લઈ ચૈત્રી નવરાત્રીથી ભક્તો માટે મંદિર બંધ હતું. સવારે 6 થી સાંજે 7.30 કલાક સુધી દર્શન માટે મંદિર ખુલ્લુ સાથે કોરોના મહામારી વચ્ચે ઓક્સિજનની ખોટ પુરવા મંદીર ટ્રસ્ટે 50 લાખની મદદની જાહેરાત કરી છે. પંચમહાલ જિલ્લાની તાજપુરાની કોવિડ હોસ્પિટલમાં 100 બોટલ ઓક્સિજન ભરી શકાય એવો પ્લાન્ટ નાખવા મંદિર ટ્રસ્ટ 50 લાખ રૂપિયા આપશે.
નોંધનીય છે કે, ગઈકાલે રાજ્યમાં કોરોના વાયરસના નવા 12064 કેસ નોંધાયા છે. જેની સામે 13085 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. ગઈકાલે કોરોના સંક્રમણના કારણે 119 લોકોના મોત થયા છે. આ સાથે જ કુલ મૃત્યુઆંક 8154 પર પહોચ્યો છે. રાજ્યમાં ગઈકાલે 13085 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. તેની સાથે અત્યાર સુધી 503497 લોકો ડિસ્ચાર્જ થઈ ચૂક્યા છે. રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા વધીને 1 લાખ 46 હજારને પાર પહોંચી ગઈ છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસનો આંકડો 1,46,385 પર પહોંચ્યો છે. જેમાંથી 775 લોકો વેન્ટિલેટર પર અને 145610 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 76.52 ટકા છે.