Proud of Gujarat
FeaturedGujaratINDIA

સાઉથ આફ્રીકામાં મહિલાએ એક સાથે 10 બાળકોને આપ્યો જન્મ : તૂટ્યો વર્લ્ડ રેકોર્ડ.

Share

આજકાલ કોઈ મહિલાની ડિલીવરીના સમયે એક સાથે 3 થી 4 બાળકોને જન્મ આપે તો તે સામાન્ય વાત થઈ ગઈ છે, પરંતુ શું તમે ક્યારે સાંભળ્યું છે કે એક મહિલાએ એક સાથે 10 બાળકોને જન્મ આપ્યો હોય ? સાઉથ આફ્રીકામાં કંઈક આવું જ થયું છે, અહીં એક મહિલાએ 10 બાલકોને જન્મ આપીને બધાને ચોંકાવી દીધા છે. જાણકારી અનુસાર 7 જૂનના રોજ 37 વર્ષની ગોસિયામી ધમારા સિટહોલ નામની મહિલાએ એક સાથે 10 બાળકોને જન્મ આપીને નવો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. મહિલાની ડિલિવરી ઓપરેશનથી થઈ છે, જ્યાં તેને સાત દીકરા અને ત્રણ દીકરીને જન્મ આપ્યો છે.મહિલાએ એક સાથે 10 બાળકોને જન્મ આપીને નવો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો. ગયા મહિને એક જ સગર્ભાવસ્થામાં સૌથી વધુ બાળકોને જન્મ આપવાનો રેકોર્ડ મોરોક્કોના માલીની હલીમા સીસી નામની મહિલા દ્વારા બનાવવામાં આવ્યો હતો. તેણે 9 બાળકોને જન્મ આપીને ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પોતાનું નામ નોંધાવ્યું. પરંતુ હવે તેનો રેકોર્ડ ફક્ત એક મહિનામાં જ તૂટી ગયો. જોકે હજી સુધી ગીનસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડની ટીમે આ વાતની પુષ્ટિ કરી નથી, પણ ટૂંક જ સમયમાં આ રેકોર્ડ આ મહિલાના નામે બની શકે છે.

આફ્રીકી મીડિયા અનુસારસ સિટહોલ અને તેના બાળકો સ્વસ્થ છે અને થોડા સમય સુધી ડોક્ટરોની નજર હેઠળ રહેશે. જ્યારે સિટહોલે કહ્યું કે, તે પ્રેગનેન્સી દરમિયાન ઘણી બીમારી થઈ ગઈ હતી અને તેના માટે તે સમય ઘણો મુશ્કેલભર્યો હતો. સિટહોલ અનુસાર તેના પૂરા શરીરમાં દુખાવો રહેતો હતો, પરંતુ હવે તે ઠીક છે.

આ ડિલિવરી દરમિયાન ડોકટરોને ચિંતા હતી કે કદાચ બાળકો જીવિત રહે અને ગોસિયામે થમારા કદાચ બચી ન પણ શકે. પણ આશ્ચર્યયની વાત એ છે કે 10 બાળકો અને તેની માતા એકદમ સ્વસ્થ રહ્યા. પણ આ બધા બાળકોને અમુક મહિનાઓ સુધી ઇન્કયુબેટરમાં રાખવામાં આવશે. 10 બાળકોને જન્મ આપ્યા બાદ તે ઘણી ખુશ છે. પરંતુ તેમને હજુ પણ 2 મહિના ઓબ્ઝરવેશનમાં રાખવામાં આવશે. પહેલા તેમને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી હતી. હવે તેમાંથી તે બહાર આવી ગયા છે. 10 ડોક્ટરો અને 25 નર્સોની ટીમ તેમની દેખરેખ કરી રહી છે.

Advertisement

Share

Related posts

અંકલેશ્વર જીઆઇડીસી વિસ્તારનાં દિલ્હી ખાતેથી આવેલ એક વ્યક્તિને કોરોના વાયરસનાં લક્ષણો દેખાતા ભરૂચ સિવિલમાં ખસેડવામાં આવ્યો.

ProudOfGujarat

રાજપીપળા : નર્મદા જીલ્લામાં વન્ય પ્રાણીના ચામડાની હેરાફેરી ઝડપાઈ.

ProudOfGujarat

ભરૂચ : નબીપુર ગામની પ્રા. કન્યાશાળાની વિદ્યાર્થીનીએ રાષ્ટ્રગાન સ્પર્ધામાં ભાગ લઈ પુરસ્કાર મેળવ્યો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!