પ્રાપ્ત માહિત મુજબ નેત્રંગ તાલુકાના ખરાઠા ગામના એક ગરીબ આદિવાસી પરીવારની સગીર દીકરી કાકડકુઈ ગામમાં આવેલ વિધાપીઠમાં ધોરણ : ૧૧ માં અભ્યાસ કરતી હતી. સગીર દીકરીને તેના જ ગામના ગણપત ઢેળીયા વસાવા અને કનુ છોટીયા વસાવા મોટરસાઇકલ ઉપર કાકડકુઇ આવીને ફોન કરીને જણાવેલ કે,તુ બહાર આવી જા મારે કામ છે, અને તુ બહાર નહીં આવે તો તારા ઘરે મમ્મી-પપ્પાને હેરાન કરીશ તેવી ધમકીઓ આપી હતી. ત્યારબાદ સગીરા બહારા આવતા તેને મોટરસાઇકલ ઉપર બેસાડી કાકડકુઇ ગામના જંગલ વિસ્તારમાં લઇ જઇને બળાત્કાર કરવાની કોશિશ કરતા હતા, અને છુટા પથ્થરો મારતા ભાગી ગયા હતા, અને ફરીથી મોટરસાઇકલ ઉપર બેસાડી કુંડ ગાનમાં બસ સ્ટેન્ડ ઉપર મુકીને ફરાર થઇ ગયા હતા. થોડા દિવસો બાદ તે સગીરા પોતાના ઘરેથી માતા-પિતાને કહ્યા વગર ઘરેથી જતી રહેલ હતી. તેની શોધખોળ કરતાં બે દિવસ બાદ મળી હતી. જેમાં ખરાઠા ગામના જીગ્નેશ ગેરીયા વસાવા સાથે પ્રેમસબંધ હોવાથી તે ભગાડી ગયો હતો તેવું માલુમ પડ્યું હતું.
આ બાબતે સગીરાના માતાપિતાએ નેત્રંગ પો.સ્ટેશનમાં ફરીયાદ આપી હતી. નેત્રંગ પોલીસે ત્રણેય હવસખોરો વિરૂધ્ધ ગુનો નોંધી ધરપકડ કરવાની કવાયત હાથધરી હતી.
ફરાર ત્રણેય હવસખોર :
(૧) ગણપત ઢેળીયા વસાવા.રહે ખરાઠા તા.નેત્રંગ
(૨) કનુ છોટીયા વસાવા રહે.ખરાઠા તા.નેત્રંગ
(૩) જીગ્નેશ ગેરીયા વસાવા રહે.ખરાઠા તા.નેત્રંગ