Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ જિલ્લાના પાલેજ ગ્રામ પંચાયત ખાતે રસીકરણ જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો.

Share

ભરૂચ જિલ્લાના પાલેજ ગ્રામ પંચાયત ખાતે રસીકરણ જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ભરૂચના પ્રાંત અધિકારીએ અધ્યક્ષ સ્થાનેથી હાજર જનોને સંબોધતા જણાવ્યું હતું કે બીજી લહેર ખૂબ ખતરનાક સાબિત થઇ હતી. ઘણા બધા લોકોના મૃત્યુ થયા હતા.અગાઉ સરકારી હોસ્પિટલમાં રસીકરણ થતું હતું જ્યારે હવે રજીસ્ટ્રેશનની પણ જરૂર નથી. હવે સોસાયટીમાં જઈને પણ આરોગ્ય વિભાગના કર્મીઓ રસીકરણ કરશે. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે રસીકરણથી સામાન્ય આડઅસર થાય છે.

પરંતુ પેરાસિટામોલ ટેબ્લેટ લેવાથી સામાન્ય થઇ જતું હોય છે. તબીબોની ટીમો જે સતત ૨૪ કલાક સેવા આપે છે. તેઓનું પ્રથમ ચરણમાં રસીકરણ થયું હતું. ફિલ્ડમાં સતત કાર્યરત અધિકારીઓનું દ્રિતિય ચરણમાં રસીકરણ કરાયું હતું. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે ૧૮ વર્ષથી ઉપરની વયના યુવાનોનું ઓનલાઇન રજીસ્ટ્રેશનથી રસીકરણ કરવામાં આવે છે. હાલમાં જે રસીકરણ કાર્યક્રમ ચાલી રહ્યો છે તેનો વધુ ને વધુ લોકો લાભ લે એ માટે ખાસ અપીલ કરી હતી.

પાલેજ જેવા નગરમાં રસીકરણ જે થવું જોઈએ એ નથી થયું એ માટે તેઓએ નાગરિકોને ખાસ રસીકરણ માટે જાગૃતિ દાખવવા અનુરોધ કર્યો હતો. માસ્ક, સોશ્યલ ડિસ્ટન્સ કરતા પણ રસીકરણ વધુ જરૂરી હોવાનું જણાવ્યું હતું. વધુમાં જણાવ્યું હતું કે રસીકરણ જેટલું વધુ થશે એટલો લોકોને ફાયદો થશે. રસીકરણ વિશે જે ગેરસમજ પ્રવર્તી રહી છે. એ વિશે પણ પ્રાંત અધિકારી એ વિસ્તૃત છણાવટ સાથે લોકોને માહિતી પુરી પાડી હતી. આ પ્રસંગે ભરૂચ મામલતદાર, ભરૂચ તાલુકા વિકાસ અધિકારી, ઉપસરપંચ સલીમ વકીલ, ગ્રામ પંચાયતના સદસ્યો તેમજ નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.

યાકુબ પટેલ : પાલેજ

Advertisement

Share

Related posts

રાજકોટમાં ચેટીચાંદ નિમિત્તે સિંધી સમાજની ભવ્ય બાઇક રેલી યોજાશે.

ProudOfGujarat

નવયુગ વિદ્યાલય પરિવાર તરફથી પુરગ્રસ્તઓ ને સહાય

ProudOfGujarat

પંચમહાલ: સરકારી શાળાએ કર્યો અનોખો પોસ્ટર પ્રયોગ જાણો વિગતો ?

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!