Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : તાડીયા વિસ્તારમાંથી નદી કિનારે એક યુવક અને યુવતીના મૃતદેહ મળી આવ્યા.

Share

ભરૂચ વિસ્તારમાં તાડિયા ગામ નર્મદા નદીને કિનારે આવેલું છે. ગઇકાલે સાંજે સ્થાનિકો નદી કિનારે પહોંચતા 2 મૃતદેહ પાણીમાં તરી આવ્યા હતા.

ભરૂચ વિસ્તારના તાડીયા ગામના નદી કિનારે ગઇકાલે સાંજે સ્થાનિકો નદી કિનારે જઈ રહ્યા હતા ત્યારે બે મૃતદેહો કિનારા પર તણાઇ આવ્યા હતા. મૃતદેહ પાસે જતા મૃતદેહ એક પુરુષ અને મહિલાનું હોવાનું જણાઈ રહ્યું હતું અને બંનેની બોડી નદીમાંથી મળવાને કારણે ડી કંપોઝ હાલતમાં જોવામાં મળી હતી. યુગલે એકબીજાનાં એક-એક હાથ ઓઢણી વડે બાંધેલ અવસ્થામાં જોવામાં મળ્યા હતા.

તેથી સ્થાનિકોમાં ચકચારનો માહોલ સર્જાયો હતો અને સ્થાનિકોએ ઘટનાની જાણ પોલીસને કરી હતી.

Advertisement

તાલુકા પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી આવ્યો હતો. ઘટના અનુસાર યુવક અન યુવતીએ કોઈ અગમ્ય કારણોસર આપઘાત કર્યો હોય તેમ જણાઈ રહ્યું હતું પરતું પોલીસ દ્વારા કોઈ કામગીરી હાથ ધરવામાં આવી નથી.


Share

Related posts

સરદાર સરોવર ભરપૂર : નર્મદા નદીમાં પાણી છોડાયું, ફરી એકવાર ભરૂચના ગોલ્ડન બ્રિજ ખાતે જળ સ્તરમાં વધારો, કાંઠા વિસ્તારોમાં એલર્ટ.

ProudOfGujarat

मिस वर्ल्ड की कमाई जानकर हैरान हो जायेंगे आप !

ProudOfGujarat

જંબુસર તાલુકાનાં ખેડૂતો દ્વારા ઢાઢરના પૂરથી થયેલ નુકસાન બાબતે મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!