ભરૂચ તરફથી જતા નેશનલ હાઇવે નંબર 48 પર અવારનવાર ટ્રાફિક જામની સમસ્યા સર્જાતી હોય છે. અમદાવાદ મુંબઈ જોડતો આ રસ્તો જેના પર ભારે વાહનો, દ્વિ ચક્રિયથી લઈને દરેક વાહનો પસાર થતા હોય છે જેને પગલે ચોમાસુ શરૂ થતા પહેલા જ ટોલ ટેક્સ માટેની લાંબી ક્તારો જોવા મળી હતી.
ચોમાસુ હજુ શરૂ થયું નથી અને સામે ભરૂચ જિલ્લામાં પહેલાથી જ ટ્રાફિકની લાંબી લાંબી લાઈનો જોવા મળી રહી છે. આ લાઈનો ન તો એક્સિડન્ટની છે કે ન તો કોઈ બગડી ગયેલા વાહનનાં લીધે , આ લાઈનો ટોલ ટેક્સ નજીક જ પડેલા મસમોટા ખાડાઓની છે. નેશનલ હાઇવે નંબર 48 પર મુલદ ટોલ ટેક્સથી સરદાર બ્રિજ સુધી કલાકોનો ટ્રાફિકજામ થયો હતો. ઝાડેશ્વરથી નીકળીને અંકલેશ્વર જતા રાહદારીઓનાં અનેક વાહનો અટવાયા હતા. રોજબરોજ કામે જતા લોકો માટે અસમંજસની સમસ્યાઓ ઉભી થતી હોય છે સરકાર દ્વારા ટોલ તો ઉઘરાવામાં આવી રહ્યા છે પરંતુ તે પ્રમાણે કામ થતું જોવા મળી રહ્યું નથી ટોલ ટેક્સ નજીક જ મસમોટા ખાડા પડવાને કારણે સમયનો વેડફાડ અને મોટા વાહનોમાં ઘણી સમસ્યાઓ ઉભી થાય છે. ટોલ ટેકસ પાસે પડેલા મસમોટા ખાડાઓને કારણે અવારનવાર આ પરિસ્થિતિ સર્જાતી હોય છે. સરકાર પૈસા તો ઉઘરાવે છે પરંતુ યોગ્ય સમયે યોગ્ય જગ્યાએ તેનો ઉપયોગ કરી રહી નથી તે સાફ જણાઈ રહ્યું છે. જેથી સરકાર હવે કયારે ખાડાઓ પૂરવાની કામગીરી હાથમા લેશે તે જોવું રહ્યું.
ભરૂચ ને. હા. 48 પર મુલદ ટોલ ટેક્ષથી સરદાર બ્રિજ સુધી વાહનોની લાંબી કતારો : વાહનચાલકોમાં રોષનો માહોલ.
Advertisement