વિશ્વમાં એકમાત્ર નર્મદા નદીને જીવંત નદીનું બિરૂદ અપાયું છે. કોરોના મહામારી વચ્ચે અને વધતા પોલ્યુશન વચ્ચે ગુજરાતવાસીઓ માટે એક સારા સમાચાર આવ્યા છે. ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા નદીના જળની શુદ્ધતામાં જબ્બર વધારો થયો હોવાનું એક અભ્યાસમાં સામે આવ્યું છે. દેશ અને દુનિયામાં છેલ્લા બે વર્ષથી ચાલતી કોરોના મહામારીએ અનેક ખાના ખરાબી સર્જવા સાથે હજારો-લાખો લોકોને મૃત્યુ નિપજાવ્યા છે. જોકે, કોરોના લોકડાઉન વચ્ચે ગુજરાતની જીવાદોરી સમાન ગણાતી માઁ રેવા ડેમથી ડાઉન સ્ટ્રીમમાં 168 કિલોમીટરમાં 70 વર્ષ બાદ ફરી જીવનદાયીની, નિર્મળ, શુદ્ધ, સ્વચ્છ અને સીધા પીવા યોગ્ય બની છે.
મધ્યપ્રદેશના અમરકંટકથી ભરૂચ જિલ્લાના સમુદ્ર સંગમ 1312 કિલોમીટરમાં નીચાણવાસમાં છેલ્લા કેટલા વર્ષોથી નર્મદા નદી મૃત પર્યાય બનતા જળ, જીવન, ઉદ્યોગો, ખેતી સાથે નવ લાખથી વધુ લોકો પ્રભાવિત થયા હતા. જીપીસીબી દ્વારા નર્મદા નદીના પાણીના અલગ અલગ 13 સ્થળો પરથી નમૂના લઈ કરાયેલી તપાસમાં પાણી A ગ્રેડનું હોવાનું સામે આવ્યું છે. એટલે કે હાલ નદીનું પાણી ફિલ્ટર કર્યા વગર પણ પીવાલાયક બન્યું છે. સરદાર સરોવર નર્મદા ડેમ છેલ્લા ત્રણ વર્ષથી તેની પૂર્ણ સપાટી 138.68 મીટરે સંપૂર્ણ ભરાઈ રહ્યો છે. જેના મીઠા ફળ હવે 168 કિ.મી.ના ડાઉનસ્ટ્રીમમાં જોવા મળી રહ્યાં છે. એક તબક્કે નીચાણવાસમાં અસ્તિત્વ ગુમાવી દેનાર નર્મદા નદી આજે ભર ઉનાળે ફરી બે કાંઠે વહેવા સાથે તેના જળ પીવા, ખેતીલાયક તેમજ જળ અને જીવસૃષ્ટિ માટે ફરી જીવનદાયી બની ગયા છે.
ભરૂચ જિલ્લામાં ચાર વર્ષ પહેલાં નર્મદા નદીના નીર ઉદ્યોગો માટે પણ ઉપયોગમાં આવે તેવા ન હતા. એટલે કે વિવિધ માપદંડોને લઈ નર્મદાનું પાણી ઇ કેટેગરી કરતા પણ ઉતરતું હતું.
ભરૂચ : નર્મદા નદીનું પાણી 70 વર્ષ બાદ ફરી A ગ્રેડમાં : પાણી ફિલ્ટર વગર સીધું પીવાલાયક…
Advertisement