Proud of Gujarat
GujaratFeaturedINDIA

કેનેડા (બ્રેમ્પટન) માં ગુજરાત ભરૂચનાં પથિક શુક્લનું ગૌરવ.

Share

કેનેડાના બ્રેમ્પટનની સીટી કાઉન્સિલે (નગરપાલિકા) 1974 નાં વર્ષથી બ્રેમ્પટનની સામાજિક પ્રવૃતિઓમાં અંગત રસ લેતા વ્યક્તિઓને પ્રોત્સાહિત કરવા માટે ડર વર્ષે જુદા જુદા એવોર્ડ જાહેર કરેલા છે. જેમાં નાગરિકોને અપાતા વિવિધ એવોર્ડમાંથી ‘ઇન્સ્પાયરેશન એવોર્ડ ‘ (પ્રોત્સાહિત) કરતી પ્રવૃત્તિઓ માટેનો એવોર્ડ આપે છે. આ એવોર્ડની ટ્રોફી આપવા સાથે બ્રેમ્પટન શહેરમાં દરેક બસ સ્ટોપ અને અગત્યની જગ્યાઓ પર આ એવોર્ડ વિજેતાઓમાં ફોટો દ્વારા જાહેરાત કરતી હોય છે.

કયા એવોર્ડ કોને આપવો તે નક્કી કરવા માટે સીટી કાઉન્સિલ અને રીજીયોનલ કાઉનશીલનાં સભ્યો પોલીસ ડિપાર્ટમેન્ટ, અગ્નિશમન કેન્દ્ર અને બ્રેમ્પટન બોર્ડ ઓફ ટ્રેડનાં સભ્યોની સમિતિ બનાવવામાં આવે છે. અને એવોર્ડ વિજતાઓને એક કાર્યક્રમમાં એવોર્ડ એનાયત કરવામાં આવે છે. (પરંતુ 2019-2020 નાં વિજેતાને કોવીડ -19 ની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીમે સામાજિક દુરી રાખીને પ્રતિકારાત્મકરૂપે એવોર્ડ અપાશે.) ઇન્સ્પાયરેશન એવોર્ડ સાથે જુદી જુદી કળાઓને ધ્યાનમા લઈને તથા રમતગમતનાં માટે અમે લાંબા સમય સુધીની સામાજિક પ્રવૃત્તિઓને માટે પમ એવોર્ડ આપવામાં આવે છે
2020માં એવોર્ડ માટે બ્રેમ્પટનનાં નાગરિક તરીકે પથિક શુક્લની પસંદગી કરવામાં આવી છે જેઓ ભરૂચ ગુજરાતના વતની છે અને 2012 થી બ્રેમ્પટનમાં વસવાટ કરે છે.

1974 પછી આ એવોર્ડ વિજેતાઓમાં તેઓ પ્રથમ ગુજરાતી તરીકે પસંદગી પામેલા છે. જેમની સમાજ ઉપયોગી સેવાઓ અને ખાસ કરીને કોવીડ-19 મહામારીના સમયે જરૂરિયાતમંદ લોકોને ફૂડ તથા અન્ય સામગ્રી પહોંચાડવા સાથે વિલિયમ ઓસલર હોસ્પીટલમાં સ્ટાફ માટે અવારનવાર ફૂડ પેકેટ પહોંચાડવા સાથે સીટી કાઉન્સિલની પ્રવૃતિઓમાં અંગત રસ લઈને મદદરૂપ થવા સાથે અન્ય નાગરિકોને પણ પ્રોત્સાહિત કરવાની પ્રવૃત્તિ ધ્યાનમાં લઇ આ એવોર્ડ માટે પથીક શુક્લની પસંદગી થઇ છે. જે ભરૂચ ગુજરાત માટે ગૌરવની બાબત છે. પથિક શુક્લ હ્યુમન ફોર હારમની સંસ્થામાં પણ સક્રિય કામ કરે છે.

Advertisement

Share

Related posts

મુંબઇ જતાં વાહનોને એક્સપ્રેસ હાઇવે પર શહેર ટ્રાફિક પોલીસ દ્વારા કરાયા સાવચેત.

ProudOfGujarat

નર્મદા જયંતિ નિમિત્તે ઝઘડિયા તાલુકામાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું.

ProudOfGujarat

છોટાઉદેપુર જિલ્લામાં ખેતીવિષયક વીજળી આઠ કલાક આપવા ખેડૂતોની માંગ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!