આજરોજ સમગ્ર ગુજરાતમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા રાજ્યમાં કોરોનાકાળમાં મૃત્યુ પામેલ વ્યક્તિઓને શ્રદ્ધાંજલી અર્પણ કરવામાં આવી હતી. સાથે આજરોજ ભરૂચ જિલ્લા પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા પણ શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો હતો.
શ્રદ્ધાંજલિ દરમિયામ સરકાર સામે વ્યક્તિના મૃત્યુ બાદ લેવાતા પગલાં પર અનેક પ્રશ્નો ઉઠવામાં આવ્યા હતા. જેમાં કોંગ્રેસ પક્ષ દ્વારા સરકારને વારંવાર રજૂઆત કરવામાં આવે છે કે જેઓના મૃત્યુ પામ્યા છે તેના પરિવારને પડતી તકલીફ સામે સહાય કરવામાં આવી જોઈએ તેમજ જે પરિવારમાં ઘરના મુખ્યમંત્રી સદસ્યનું મૃત્યુ થયું હોય તેના બાળકોને ભણતરલક્ષી સહાય કરવી જોઈએ જેથી પરિવાર જનો કોરોનાની કપરી પરિસ્થિતિનો સામનો કરી શકે તેવા પ્રશ્નોમી રજુઆત કરવામાં આવી હતી. સાથે ભરૂચ જિલ્લામાં મૃત્યુ આંક ચોપડે લખાયેલા મૃત્યુ આંક કરતા ઘણો અલગ છે જેથી સરકારી ચોપડે ખોટા મૃત્યુ આંક લખાયા હોવાનો આક્ષેપ લગાવવામાં આવ્યો હતો. સરકાર દ્વારા આપીલ કર્યા બાદ સહાય અર્થે ફોર્મ ભરવાની પ્રોસેસ શરૂ કરવાનું જણાવામાં આવ્યું હતું પરંતુ 660 જેટલાં ફોર્મો સરકારી ટેબલો પર ધૂળ ખાઈ રહ્યા છે. સરકાર શા કારણે મૃત્યુઆક છુપાવી રહી છે તે સમજાતું નથી. તેથી કોંગ્રેસ સમિતિ દ્વારા સહાય અર્થે માંગ કરવામાં આવી રહી હતી.
ભરૂચ પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા કોરોનાકાળમાં મૃત્યુ પામેલા લોકોને શ્રદ્ધાંજલિ અપાઈ : સરકાર સમક્ષ કેટલાક પ્રશ્નો ઉઠાવ્યા.
Advertisement