Proud of Gujarat
FeaturedCrime & scandalGujaratINDIAUncategorized

સી ડીવીઝન પોલીસ વિસ્તારમાં ચોરીનો સિલસિલો યથાવત: સાઈ કૃપા કોમ્પ્લેક્ષમાં ચોરીનો બનાવ બન્યો

Share

ભરૂચ નગરના સી ડીવીઝન વિસ્તારમાં આવેલ સાંઈકૃપા ફ્લેટમાં ગત રોજ રાત્રીના સમયે તસ્કરો ત્રાટક્યા હતા અને રૂ એક લાખ સિતેર હજારની કીંમતના સોના-ચાંદીના દાગીનાની ચોરી કરી હતી. આ બનાવ અંગે સી ડીવીઝન પોલીસ સુત્રોના જણાવ્યા અનુસાર અને બનાવનાં ફરિયાદી પ્રિયાંક જનક ઉમરડીયા રહે. ફ્લેટ નંબર ૨૦૪, સાંઈ કૃપા કોમ્પ્લેક્ષની પોલીસ ફરિયાદ મુજબ તેઓ તારિખ ૦૭/૦૨/૧૮ નાં રોજ ફ્લેટને તાળું મારીને ગયા હતા અને તારીખ ૦૮/૦૨/૧૮ ના રોજ પરત ફરતા ફ્લેટનું તાળું તૂટેલી હાલતમાં જણાયું હતું.

બંધ ફ્લેટના દરવાજાના નકુચા તોડી તસ્કરોએ ફ્લેટમાં પ્રવેશ કરી તિજોરી તોડી રૂપિયા ૧,૭૦,૦૦૦ની મત્તાની ચોરી કરી હતી. આ બનાવાની તપાસ સી ડીવીઝન પોલીસ કરી રહી છે.

Advertisement

Share

Related posts

નડિયાદ : શ્રી સંતરામ મંદિર સંચાલિત ગર્ભ સંસ્કારમાં પૌષ્ટિક શાકાહારી રસોઈ પ્રતિયોગિતા યોજાઇ.

ProudOfGujarat

ઝઘડિયા જીઆઇડીસીમાં વીજ ટ્રાન્સફોર્મરમાંથી ઓઈલની ચોરી કરી તસ્કરો ફરાર.

ProudOfGujarat

દાંડીયાત્રા નું કિશનાડ ગામે ભવ્ય સ્વાગત

ProudOfGujarat
error: Content is protected !!