કોરોના કેસ વધતા દુનિયાની સૌથી ઉંચી પ્રતિમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીની પ્રવાસીઓ માટે બંધ કરી દેવામાં આવ્યું હતું પરતું હવે કેસ ઘટતા સરકાર દ્વારા ફરી તેને ખુલ્લું મુકવાનો નિર્ણય કર્યો છે. પ્રવાસીઓ માટે ઓનલાઈન અને ઓફલાઈન ટિકિટ બુકિંગની વ્યવસ્થા પણ કરી દેવામાં આવી છે. કોરોના કાળમાં જે લોકોએ એડવાન્સ ટિકિટ બુક કરાવી હતી તેઓને પ્રવેશ આપવામાં આવતો હતો. અંદાજીત એક મહિનાથી કોરોનાને પગલે ઓનલાઈન બુકિંગ બંધ કરી દેવામાં આવ્યું હતું પરતું હવે કોરોના કેસ ઘટતા સ્ટેચ્યૂ ઓફ યુનિટી પ્રવાસીઓ માટે ફરી ખુલ્લુ મુકવામાં આવનાર છે.
કેવડીયા ખાતે નિર્માણ પામેલી વિશ્વની સોથી ઊંચી પ્રતિમાં સરદાર વલ્લભભાઈ પટેલની સ્ટેચ્યુ ઓફ યુનિટી વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ડ્રિમ પ્રોજેક્ટ હતો તેઓ જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટીનું ખાતમુહૂર્ત કર્યું હતું. આ સાથે જ કેવડિયા ખાતે સ્ટેચ્યૂ ઓફ યુનિટી 8 મીથી ફરી શરૂ થશે. આ માટે ઓનલાઈન ટિકિટ બુકિંંગ શરૂ થઈ ગયું છે. હોટલ અને ટેન્ટ સિટી માટે પણ બુકિંગ ઇન્કવાયરી શરૂ થઈ છે. જોકે 36 મહાનગરો-શહેરોમાં રાત્રિ કર્ફ્યૂ રાત્રે 9થી સવારે 6 કલાક દરમિયાન રહેશે. હોમ ડિલિવરી કરતી રેસ્ટોરાં-હોટલ રાત્રે 10 વાગ્યા સુધી હોમ ડિલિવરી કે ટેકહોમની સર્વિસ આપી શકશે. તમામ સંસ્થાઓ, વ્યાપારી પેઢીઓ, ઉદ્યોગોએ કોરોનાની ગાઇડલાઇન્સનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે.
સ્ટેચ્યુ ઓફ યુનિટી ફરવા જતા લોકો માટે સારા સમાચાર આવ્યા છે, રાજ્યમાં કોરોના કેસમાં ઘટડો નોંધાતા રાજ્ય સરકાર દ્વારા મહત્વના નિર્ણય લેવામાં આવ્યા છે જેમાં સરકારી-ખાનગી કાર્યાલયોને પણ 100 ટકા સ્ટાફ સાથે ફરી શરૂ કરવામાં આવ્યા છે તો રાજ્યામાં આજથી નવા શૈક્ષણિત સત્રનો પણ પ્રારંભ થઈ ગયો છે જેને લઈ ઓનલાઈન શિક્ષણ પણ શરૂ કરી દેવામાં આવ્યું છે જો કે સરકારની નવી ગાઈડલાઈન ન આવે ત્યાં સુધી ઓનલાઈન શિક્ષણ આપવાનો જ નિર્દેશ કર્યો છે.