ગુજરાતમાં આગામી 20 મી તારીખથી ચોમાસાનુ આગમન થવાનું છે. ત્યારે ભરૂચ જિલ્લામાં નગરપાલિકા તંત્ર દ્વારા ચોમાસાલક્ષી કોઈ સાફ સફાઈ હાથ ધરવામાં આવી નથી જેથી આજરોજ ફાટાતળાવ મંદિર, નગીના મસ્જિદ, ચૂનાવાલા ચોક, ગાંધી બજાર, ચાર રસ્તા, બાદશાહી મસ્જિદ સુધી રસ્તા અને ઉભરાતી ગટરોનાં મામલાને નગરપાલિકાના ચીફ ઓફિસર સંજય સોની સુધી લઇ ગયા હતા અને રોષ વ્યક્ત કર્યો હતો.
ચોમાસુ શરૂ થવાને આરે છે અને ફાટાતળાવથી ચાર રસ્તા સુધીના રસ્તાને રૂ.3 કરોડની સરકાર દ્વારા ગ્રાન્ટ ફાળવવામાં આવી છે પરંતુ હાલ સુધી કોઈ કામગીરી હાથ ધરવામાં આવી નથી. રસ્તા ઉપરથી વાહનોની અવરજ્વર ઘણી થતી હોય છે સાથે આજુબાજુ વેપાર, ધંધો ચલાવતા લોકો માટે એક ગંભીર સમસ્યા બની છે જેથી રહીશો આક્રોશમાં આવીને આજરોજ નગરપાલિકા પહોંચી ગયા હતા અને લેખિત અને મૌખિક બંને રીતે રસ્તાના સમારકમ અંગે રસ્તાઓ એટલા બિસ્માર હાલતમાં છે કે રાહદારીઓ ઘણીવાર આજુબાજુ રહેલ ખુલ્લી ગટરમાં ખાબકી જાય છે અને રસ્તાની બાજુમાં જ રહેલી ગટરો સફાઈકામદારો દ્વારા સાફ કરવામાં આવતી નથી
જેથી ચોમાસુ શરૂ થતા પહેલા કામગીરી શરૂ થાય તેવી માંગણી લોકો દ્વારા કરવામાં આવી હતી. વધુમાં જણાવ્યું હતું કે વારંવાર રજુઆત કરવામાં આવતા તેમની પાસે કામદારો ન હોવાના બહાના કરતા નગરપાલિકામાં રજુઆત કરો તેવું કહેવામાં આવતું હતું જેથી આજરોજ આખરે આસપાસના રહીશોએ નગરપાલિકામાં રજુઆત કરવી પડી હતી અને જો કામગીરી હજુ પણ હાથ ધરવામાં આવશે નહીં તો સ્થાનિકો દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી ચીફ ઓફિસરને આપવામાં આવી હતી.
ભરૂચ : ફાટાતળાવથી ચાર રસ્તા સુધી રસ્તાઓ અને ડ્રેનેજ લાઈનો બિસ્માર હાલતમાં : ગ્રાન્ટ મળી છતાં કામગીરી હાથ ધરવામાં ન આવી.
Advertisement