ભરૂચ શહેરમાં ટ્રાફિકની સમસ્યા ઘણી વધી રહી છે તેવામાં આજરોજ વહેલી સવારે ભરૂચ સ્ટેશન પાસે આવેલ ફ્રૂટ માર્કેટ પાસે કોઈ વ્યવસ્થા વગર લારીઓ ઉભી રહેવાથી અને સાથે આવનાર કસ્ટમરો પણ જ્યાં ત્યાં બેફામ ગાડી મુકીને જતા હોય છે જેને કારણે અવરજ્વર કરતાં રાહદારીઓને ઘણી હાલાકી વેઠવી પડતી હતી.
જેમી સામે આજરોજ કલેકટરની મંજૂરી લઈને ભરૂચ સ્ટેશન રોડ પર બૌડા, એસ.ડી.એમ અને નગરપાલિકા ચીફ ઓફિસરની આગેવાનીમાં પોલીસ બંદોબસ્ત સાથે મુખ્ય માર્ગના દબાણો દૂર કરવામાં આવ્યા હતા સાથે ત્યાં નવું હોકર્સ ઝોન બનાવના હેતુથી ડેપો પાસે આવેલ ફ્રૂટ માર્કેટને બાજુમાં આવેલ ખાલી પ્લોટમાં હંગામી રીતે અમુક મહિનાઓ માટે સ્થળાંતર કરવામાં આવ્યું હતું. લગભગ 80 જેટલી લારીઓનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું જેથી પોલીસ તંત્ર, ચીફ ઓફિસર અને લારીઓ સાથેના લોકો વચ્ચે સોશિયલ ડિસ્ટન્સનાં ધજાગરા ઉડતા જોવા મળી રહ્યા હતા. ફ્રૂટ વેચનારને, લેનારને અને ત્યાંથી અવરજ્વર કરતા રાહદારીઓને ટ્રાફિકની સમસ્યાથી હાલાકી ના વેઠવી પડે તે માટે કલેકટર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો હતો.
ભરૂચ સ્ટેશનરોડ પાસે ફ્રૂટ માર્કેટને હોકર્સ ઝોન બનાવવાના હેતુથી હંગામી રીતે સ્થળાંતર કરાયું.
Advertisement