કોરોના મહામારી વચ્ચે પરિવારનું ગુજરાત ચલાવવા માટે પણ ફાંફા પડી ગયા છે ત્યારે કોરોના કાળમાં સૌથી વધુ રિક્ષા ચાલકોની હાલત કફોડી બની છે. ભરૂચ શહેરના લોકોને રાહતદરના ભાડાએ શહેરના અન્ય સ્થળોએ જવા આવવા માટે પાલિકાએ સિટી બસ સેવાનો પ્રારંભ કર્યો છે.
તેવામા શહેરમાં પુનઃ સીટી બસ સેવા ચાલુ થતા રીક્ષા ચાલકો બેરોજગાર થાય તેવી દહેશતના પગલે ચિંતામાં મુકાયા છે. ભરૂચમાં સિટી બસ શરૂ થતા રિક્ષાચાલકોની રોજગારી છીનવાઈ છે. રવિવારે રેલ્વે સ્ટેશન સર્કલ નજીક આવેલા સિટી બસ ડેપોમાં બસોને આવવા જવા માટે તકલીફ પડતા સીટી બસનું સંચાલન કરતા કોન્ટ્રાક્ટરે દીવાલ તોડીવી હતી પરંતુ બસ સ્ટેન્ડની બહાર જ રીક્ષા સ્ટેન્ડ પણ આવેલું હોવાથી રીક્ષાઓને પણ ઉભી રાખવામાં તકલીફ પડતી હોવાના કારણે રીક્ષા ચાલકોમાં આક્રોશ ફેલાયો હતો. જોકે છંછેડાયેલા રીક્ષા ચાલકોએ સીટી બસના પ્રવેશ દ્વાર પાસે પોતાની રીક્ષાઓની લાંબી કતારો લગાડી દેતા સીટી બસને તકલીફ પડતા મામલો ગરમાયો હતો. જોકે અગાઉ શરૂ થયેલી સીટી બસ સેવામાં પણ રીક્ષા એસોસિએશન દ્વારા વિરોધ નોંધાવી કાર્યક્રમો આપ્યા હતા.