વરસાદના આગમન ટાણે રાષ્ટ્રીય પક્ષી મોર નૃત્ય કરી મેહુલિયાને આગમન આપી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે
ચોમાસાના આગમન પૂર્વે જ લીલોતરી વિસ્તાર ગણાતી ગેલાણી તળાવ નજીક વિદેશી પક્ષીઓ મોટી સંખ્યામાં ઉમટ્યા..
અહીંના વિસ્તારોના લોકોની સવાર રાષ્ટ્રીય પક્ષી મોરના ટહુકાથી થાય છે..
પક્ષીઓને રહેવા માટે મંડપ વાતાવરણ ની જરૂર હોય છે અને દર ચોમાસાની ઋતુ પૂર્વે ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં આવેલ ઘેલાણી તળાવ ખાતે વિદેશી પક્ષીઓ ના જુથ મોટી માત્રામાં આવી પહોંચતા હોય છે અને સાથે રાષ્ટ્રીય પક્ષી મોર અહીંયા નૃત્ય કરી મેહુલિયાને આવકાર આપતા હોય છે ગેલાણી તળાવ નજીક મોટી માત્રામાં વિદેશી પક્ષીઓ અને રાષ્ટ્રીય પક્ષીઓ જૂથ સાથે આવી પહોંચતા આ પંથકમાં અલભ્ય જોવા મળી રહ્યા છેપક્ષીઓને રહેવા માટે ઠંડક વાતાવરણની જરૂર હોય છે અને ભરૂચ શહેરમાં એવો કોઈ વિસ્તાર હોય તો તે છે પશ્ચિમ વિસ્તારમાં ગેલાણી તળાવ અને આ તળાવની આસપાસ મોટી માત્રામાં વૃક્ષો ઘટાદાર હોય જેના કારણે આ પંથકમાં ઠંડક ભરેલું વાતાવરણ રહેતું હોવાથી દર વર્ષે ચોમાસા પૂર્વે જ સમગ્ર વિશ્વમાંથી દેશ વિદેશમાંથી પણ પક્ષીઓ આ સ્થળે જૂથ સાથે આવી પહોંચતા હોય છે અને છેલ્લા ૩ દિવસથી આ વિસ્તારમાં વિદેશી પક્ષીઓનું જૂથ સાથે આગમન પણ થઈ રહ્યું છે મોટી માત્રામાં વિદેશી પક્ષીઓ ના આગમનના પગલે આ વિસ્તારમાં પક્ષીઓના અવાજથી વાતાવરણ કંઈક અલગ જ લાગતું જોવા મળી રહ્યું છે
આ વિસ્તારમાં માત્ર વિદેશી પક્ષીઓ નહીં પરંતુ રાષ્ટ્રીય પક્ષી મોરના જૂથ પણ મોટી માત્રામાં આવી રહ્યા છે અને આ વિસ્તારમાં રાષ્ટ્રીય પક્ષી મોર કળા નૃત્ય કરી મેહુલિયાને રીઝવવાનો પ્રયાસ કરતા હોય તેવું સ્થાનિકો માની રહ્યા છે આ વિસ્તારના લોકો વિદેશી પક્ષીઓ અને રાષ્ટ્રીય પક્ષી મોર ચણ પણ આપી રહ્યા છે પરંતુ આ વિસ્તારમાં રાષ્ટ્રીય પક્ષી મોરના નૃત્યથી લોકોમાં પણ એક આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે આ વિસ્તારમાં ચોમાસા પૂર્વે સ્થાનિકોની સવાર રાષ્ટ્રીય પક્ષી મોરના ટહુકાથી થતી હોવાનું માનવામાં આવી રહ્યું છે
અત્રે ઉલ્લેખનીય બાબત એ પણ છે કે ચોમાસાના આગમન પૂર્વે જ વિદેશી પક્ષીઓ અને રાષ્ટ્રીય પક્ષી મોરના જૂથ અહીંયા માળો બનાવતા હોય છે અને ચોમાસાની ઋતુ પૂર્ણ થતાની સાથે જ વિદેશી પક્ષીઓ અને રાષ્ટ્રીય પક્ષી ઓ તેઓના વતન તરફ પ્રણાયમ કરી લેતા હોય છે પરંતુ ચોમાસા પૂર્વે આ વિસ્તારમાં પક્ષીઓની ઊડાઊડ થી આ વિસ્તાર જોવા મળી રહ્યો છે.