Proud of Gujarat
GujaratFeaturedINDIA

રેલ્વે વેપલાનુ માધ્યમ : ભરૂચ રેલ્વે પોલીસે દારૂના જ્થ્થા સાથે એક બુટલેગરની ધરપકડ કરી.

Share

ભરૂચ જિલ્લામાં પણ કોરોના મહામારીના કારણે છેલ્લા ઘણા સમયથી વેપાર ધંધા ઉપર જાણે કે બ્રેક વાગી હોય તેમ ગરીબ અને મધ્યવર્ગથી લઇ સૌ કોઈની આર્થિક સ્થિતિ બગડી છે, પરંતુ તે વચ્ચે પણ જાણે કે નશાનો વેપલો કરતા તત્વોને છૂટો દોર મળ્યો હોય તેવી બાબતો ચર્ચાનું કેન્દ્ર બની છે. ભરૂચ શહેરમાં અને ખાસ કરીને એ ડિવિઝન પોલીસ મથકની હદ વિસ્તારમાં દારૂનું દૂષણ જાણે કે દિન પ્રતિદિન વધી રહ્યું છે.

ભરૂચ જિલ્લામાં રેલ્વે સ્ટેશન પણ ગણીને 8 થી 10 મુસાફરી ટ્રેનો ઉભી રહેતી હોય છે પણ બુટલેગરો વેપલો ચાલવામાં કોઈ રસ્તા બાકી મુકતા નથી. દારૂ વેચવાનું કામ હવે ટ્રેનો થકી ઘણું વધવા પામ્યું છે. 15 દિવસ પહેલા જ ભરૂચનો બુટલેગર પકડાયો હતો, ત્યાં તો હવે અન્ય બુટલેગરની આજરોજ ભરૂચ રેલ્વે પોલીસે 8 નંગ માસ્ટર બ્લાઇન્ડ બોટલ જેની કિંમત 4160/- સાથેના બુટલેગર નામીદકુમાર વિનાયકરાવ રહે, પાલગઢ, મહારાષ્ટ્ર જે બાંદ્રાથી જમ્મુતવી એક્સપ્રેસમાં દારૂના જ્થ્થા સાથે ગતકાલે બપોરે 3:15 વાગ્યે ભરૂચ રેલવે પ્લેટફોર્મ નં.3 પર ઉતર્યો હતો. રેલ્વે પોલીસ કોનસ્ટેબલને થયેલ શંકાને આધારે તેની તપાસ કરતા મુદ્દામાલ મળી આવ્યો હતો જેની રેલ્વે પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. ભરૂચ જિલ્લામાં આમ દારૂનું વેચાણ કેટલો સમય સુધી ચાલુ રહેશે ?

ભરૂચના ધોળીકુઈ વિસ્તારના નામચીન બુટલેગર જીતુ ખત્રીને સુરત રેલવે લોકલ ક્રાઈમ બ્રાંચે ભરૂચ-અંકલેશ્વર રેલવે સ્ટેશન વચ્ચે ચાલુ ટ્રેનમાંથી ઝડપી પાડ્યો હતો. ગાજીપૂર એક્સપ્રેસ ટ્રેનમાં ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો લઈને ભરૂચ આવી રહ્યો હતો, તે દરમિયાન સુરત એલ.સી.બી. પોલીસે દરોડા પાડી ૪૯ હજારના મુદ્દામાલ સાથે લગભગ 15 દિવસ પહેલા બુટલેગરની ધરપકડ કરી હતી. રેલવે પોલીસ અને શહેર એ ડિવિઝન પોલીસ મથક શુ આ બાબતોથી અજાણ છે કે બધું જાણીને પણ આંખ આડા કાન કરી બુટલેગરોને ધંધો કરવા અને પોતે ગાંધી છાપ કાગળના બદલો લઇ યુવાધનને નશાની લતના રવાડે ચઢાવી રહી છે તેવી ચર્ચાઓ સામે આવી રહી છે. ભરૂચના રેલવે સ્ટેશન પર જ્યાં ટ્રેનો મારફતે દારૂ ઘુસાડવાની બાબતો સામે આવી છે, તેવામાં બિંદાસ બનેલા આવા તત્વો પર શુ પોલીસ વિભાગ જ મહેરબાન છે કે પછી હપ્તા સિસ્ટમે ભરૂચની સિસ્ટમને ખોખલી કરી મૂકી છે તેવા અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. જાણે આવા બુટલેગરો સામે તંત્ર કોઇ એક્શન લેતુ નથી ત્યારે આ લોકોને મન ફાવે તે રીતે લે-વેચ કરી રહયા હોવાની ચર્ચાઓ થઇ રહી છે. આવા તત્વો કોને માલ આપવાના હતા અને આ પકડાયેલ બુટલેગરને કોનું સંરક્ષણ પ્રાપ્ત હતું કે કોણ વિભીષણ છે તેની ચકાસણી તો બુટલેગરની કોલ ડિટેલ પરથી સાબિત થઈ શકે..શુ રેલવેના તપાસ કરતા અધિકારી તે દિશામાં તપાસ કરશે ખરા ? કે પછી બચાવ કરશે તેવી ચર્ચાઓ ચાલી રહી છે.

Advertisement

Share

Related posts

લીંબડીમાં મહિલાઓએ ગૌ પુજા કરી બોળ ચોથનાં વ્રતની કરી ઉજવણી.

ProudOfGujarat

પંચમહાલ જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરની બદલી થતા વિદાય-સત્કાર સમારંભ યોજાયો.

ProudOfGujarat

ગોધરા તેમજ કાલોલ ખાતે પુસ્તક પરબ અર્તગત   સાહિત્યલક્ષી કાર્યક્રમો યોજાયા 

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!