આજરોજ વિશ્વ પર્યાવરણ દિવસ નિમિતે ભરૂચ જિલ્લામાં અંકલેશ્વર પાસે આવેલી અમરાવતી નદીમાં પ્રદુષિત પાણી જોવા મળ્યું હતું. લાલ કલરનું પ્રદૂષિત પાણી નજરે પડતા પર્યાવરણ પ્રેમીઓમાં રોષનો માહોલ સર્જાયો હતો.
ભરૂચ જિલ્લામાં અંકલેશ્વર ખાતે ઔધોગિક ક્ષેત્રોને જોડતી અમરાવતી નદી આવેલી છે. આ નદીમાં આજરોજ લાલ રંગનું ઓળી દેખાતા પર્યાવરણ પ્રેમીઓમાં રોષનો માહોલ સર્જાયો હતો. ઉદ્યોગો પાસેથી પસાર થતી આ નદીમાં અવારનવાર બેજવાબદાર ઉધોગપતિઓ દ્વારા કેમિકલ યુક્ત પાણી છોડવામાં આવતું હોય જેથી આ મામલે GPCB ને જાણ કરવામાં આવી હતી અને પ્રદુષિત પાણી મુદ્દે GPCB તપાસ કરે તેવી માંગ ઉઠતા, GPCB ની ટીમ ઘટના સ્થળે પહોચી હતી. અને આ કેમિકલ યુક્ત લાલ રંગનું પાણી કઈ દિશામાંથી, ક્યાં ઉદ્યોગ દ્વારા છોડવામાં આવ્યું તેની તપાસ હાથ ધરી હતી.
Advertisement