Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ : વિલાયત SEZ ખાતે વૃક્ષારોપણ કરી પર્યાવરણ દિવસની ઉજવણી કરાઈ..

Share

5 મી જુન એટલે વિશ્વ પર્યાવરણ દિવસ આજે વિશ્વ પર્યાવરણ દિવસની ઠેરઠેર ઉજવણી થઈ રહી છે, ત્યારે ભરૂચ ખાતે વન સરક્ષણ માટે વૃક્ષારોપણ કરવામાં આવી રહ્યું હતું. ભરૂચ અને તેની આસપાસનો સમગ્ર વિસ્તાર કંપનીઓથી ઘેરાયેલો છે જેમાં ઝેરી કેમિકલોના પ્રદુષણથી આસપાસ રહેનાર લોકોને ઘણું ભોગવવું પડતું હોય છે તે માટે આજરોજ વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે ભરૂચના વિલાયતમાં આવેલી જુબીલન્ટ કંપનીમાં વૃક્ષારોપણ કરીને દિવસ ઉજવામાં આવ્યો હતો.

વિલાયત ખાતે આવેલ જુબીલન્ટ ઇન્ફ્રાસ્ટ્રાક્ચર એસઈઝેડ અને જુબીલન્ટ ઇન્ગ્રેવીઆ લિમિટેડ કંપનીના કર્મચારીઓ તેમજ અધિકારીઓ દ્વારા આજરોજ વહેલી સવારે એકત્ર થઈને કંપનીની આસપાસના વિસ્તારમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું જેથી વૃક્ષો કાર્બન ડાયોક્સાઇડ શોષી લે અને ઓક્સિજન આપણા સુધી પહોંચાડે. કોરોના જેવી મહામારીએ આપણને ઓક્સિજનની કિંમત સમજાવી દીધી છે. તેથી વૃક્ષ વાવી અને તેનું જતન કરવું જોઈએ.
આ પ્રસંગે કર્મચારીઓ અને અધિકારીઓએ જણાવ્યું હતું કે, ઔદ્યોગિક વિકાસની સાથોસાથ પર્યાવરણની જાળવણી માનવજાતી અને પૃથ્વી માટે અતિઆવશ્યક છે. પર્યાવરણનું સંરક્ષણ કરવું અને વધુમાં વધુ વૃક્ષ વાવીએ આપણા સૌની ફરજ છે.

Advertisement

Share

Related posts

વડોદરાના કમાટી બાગ નર્સરીમાં એક વર્ષની સાચવણી બાદ રાવણ તાડના રોપા અડધા ફૂટના થયા.

ProudOfGujarat

ભરૂચ એલસીબી પોલીસે રેલવે ગોદી રોડ ઉપરથી ઈંગ્લીશ બનાવટની વ્હીસ્કીનાં પાઉચ સહીત 12 હજારના જથ્થા સાથે એક બુટલેગરની અટકાયત કરી હતી.

ProudOfGujarat

મુંબઈ એરપોર્ટ પર એક મુસાફર પાસેથી 80 કરોડનું હેરોઈન ઝડપાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!